For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટંકારાના નેકનામ પાસે કાર પલટી મારી જતા બે સગાભાઈનાં મોત

11:29 AM Apr 19, 2024 IST | Bhumika
ટંકારાના નેકનામ પાસે કાર પલટી મારી જતા બે સગાભાઈનાં મોત

મોરબીના વિસીપરામાં રહેતા બે સગા ભાઈઓ સહિતના ચાર મિત્રો કારમાં નેકનામ પડધરી રોડ પરથી જતા હોય ત્યારે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી મારી રોડની નીચે ખાબકી હતી જે અકસ્માતમાં કારમાં સવાર બંને સગા ભાઈના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ,ગઈકાલ બપોરના સુમારે મોરબીમાં રહેતા બે સગા ભાઈઓ સહિતના ચાર મિત્રો ધ્રોલ જવા નીકળ્યા હતા અને નેકનામ નજીક પહોંચતા કાર ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવી દીધો હતો અને કાર પલટી મારી રોડની નીચે ઉતારી ગઈ હતી જે અકસ્માતને પગલે મરણ ચીસોથી આકાશ ગુંજી ઉઠ્યું હતું કારમાં સવાર શોયબ હૈદર જેડા (ઉ.વ.37) અને અલ્તાફ હૈદર જેડા (ઉ.વ.24) રહે બંને વિસીપરા મોરબી વાળા સગા ભાઈઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

જયારે કારમાં સવાર શાહિદભાઈ ઈલિયાસભાઈ કટીયા (ઉ.વ.19) અને સંજય અવચરભાઈ જંજવાળીયા (ઉ.વ.21)(રહે.મોરબી વાળા)ને ઈજા પહોંચતા 108 મારફત રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે.જે બનાવને પગલે ટંકારા પોલીસ મથકના પીએસઆઈ ગઢવી, અકીલભાઈ બાંભણીયા, બીપીનભાઈ પટેલ અને રાજુભાઈ સહિતનો કાફલો દોડી ગયો છે અને અકસ્માતના બનાવની ધોરણસરની તપાસ ચલાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement