For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેર મેસરિયા ચેક પોસ્ટ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે સગાભાઈ ઝડપાયા

04:04 PM Jun 06, 2024 IST | Bhumika
વાંકાનેર મેસરિયા ચેક પોસ્ટ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે સગાભાઈ ઝડપાયા
Advertisement

વાંકાનેર તાલુકાની મેસરીયા ચેક પોસ્ટ ખાતેથી મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે અહીંથી પસાર થતી એક ઇનોવા કારને રોકી તલાશી લેતા કારમાં બેઠેલા બે યુવાનો પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરનો જથ્થો મળી આવતા પોલીસે મોરબીના વતની બે યુવાનોને કુલ રૂૂ. 12.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી.ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા મેસરીયા ગામ પાસે આવેલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હોય તે દરમ્યાન એક સફેદ કલરની ઇનોવા કાર રોકી તલાશી લેતા કારમાં બેઠેલા તરૂણભાઈ ધનજીભાઇ ફુલતરીયા (ઉ.વ. 35, રહે. ચિત્રકુટ સોસાયટી, રવાપર, મોરબી) અને વિપુલભાઇ ધનજીભાઇ ફુલતરીયા (ઉ.વ. 39, ચિત્રકુટ સોસાયટી, રવાપર, મોરબી) પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરનો 10.76 ગ્રામ જથ્થો (કિંમત રૂૂ. 1,07,600) મળી આવ્યો હતો જેથી પોલીસે બંને આરોપીઓની ડ્રગ્સનો જથ્થો, પાંચ મોબાઇલ ફોન (કિંમત રૂૂ. 1,00,000), રોકડ રકમ રૂૂ. 50,000 અને એક ઇનોવા કાર સહિત કુલ રૂૂ. 12,57,600 નાં મુદામાલ સાથે ધરપકડ કરી બંને આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ- 8(સી), 21(બી), 29 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement