For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ચોરાઉ સોલાર પેનલની પ્લેટ્સ નંગ-115 સાથે બે શખ્સો ઝડપાયા

11:43 AM Jan 05, 2024 IST | Bhumika
ભાવનગરમાં ચોરાઉ  સોલાર પેનલની પ્લેટ્સ નંગ 115 સાથે બે શખ્સો ઝડપાયા

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સ્ટાફ ભાવનગર,તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાબાભાઇ હરકટ તથા એજાજખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે,સાદીક કાળુભાઇ જાખરા રહે.પાવઠી તા.તળાજા જી.ભાવનગરવાળા તેના મળતીયા ફારૂૂકભાઇ હાજીભાઇ સેલોત રહે.સાવર કુંડલાવાળા સાથે મળીને પાવઠી ગામની કીતાની નહેર વિસ્તારમાં ફુલસર ગામના રોડ ઉપર આવેલ યુનુસભાઇ નુરભાઇ જુણેજાના કુકડા ફાર્મની જગ્યામાં સોલાર પેનલની પ્લેટો રાખેલ છે. જે સોલાર પ્લેટ તેઓ કયાંથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.

Advertisement

આ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસે દરોડો પાડી શંકાસ્પદ સોલાર પ્લેટ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.જેમાં સાદીક કાળુભાઇ જાખરા ઉ.વ.22 ધંધો-ડ્રાયવીંગ રહે.રોયલ પાર્ક વિભાગ-01, શેઠની વાડી, પાવઠી, તા.તળાજા જી.ભાવનગર અને ફારૂૂકભાઇ હાજીભાઇ સેલોત ઉ.વ.37 ધંધો- ડ્રાયવીંગ રહે.ખાદી કાર્યાલય, પાણીની ટાંકી પાસે, સાવરકુંડલા જી.અમરેલી નો સમાવેશ થાય છે.

બંને આરોપી પાસેથી પોલીસે એલ્યુમીનીયમ ધાતુમાં ફીટ કરેલ WAARRE ONE WITH THE SUN MADE IN INDIA લખેલ આશરે 7.5 ડ 3.5 ફુટની પ્લેટ નંગ-115 કિ.રૂૂ.18,40,000/-નો ચોરાવ મુદ્દામાલ કબજે કરેલ છે.આ બને આરોપીઓએ રાત્રીના સમયે લીલવણ ગામે ઓપેરા એનર્જી પ્રા.લી.માંથી સોલાર પ્લેટની ચોરી કરેલ છે.

Advertisement

આરોપી ને ઝડપી લેવામાં અને ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરીમાં પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા, સ્ટાફનાં બાબાભાઇ હરકટ, યુસુફખાન પઠાણ, અશોકભાઇ ડાભી, મહેન્દ્દસિંહ સરવૈયા, ભદ્દેશભાઇ પંડયા, પાર્થભાઇ ધોળકિયા, એજાજખાન પઠાણ, વિશ્વજીતસિંહ ઝાલા જોડાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement