For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીમાં સરકારી મિલકતમાંથી ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા

11:43 AM Jun 10, 2024 IST | admin
ધોરાજીમાં સરકારી મિલકતમાંથી ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા

ધોરાજી શહેરના લાલશાબાપુની દરગાહ પાસે સરકારીની ગ્રાન્ટમાંથી બનાવેલ સર ભગવતસિંહજી નવી શાક માર્કેટમાં આવેલ 239 દુકાનોમાં લગાવેલ લોખંડની ફ્રેમ વગરની જાળીઓ નંગ-174 કી.રૂૂ.આશરે 10,440/- તથા ફ્રેમ સહિતની લોખંડની જાળી નંગ-59 કી.રૂૂ.આશરે 14,750/- તથા લોખંડના પતરા નંગ-33 કી.રૂૂ.આશરે 3,300/- અને બુગદાનુ લોખંડનું ઢાંકણ નંગ-01 જેની કિ.રૂૂ. આશરે 500/-મળી કુલ રૂૂપીયા 28,990/- નો મુદ્દામાલ કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ જતા ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે જાહેર થયેલ હતો.

Advertisement

ઉપરોક્ત મિલ્કત સબંધી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ મ્હે.પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટની સુચના તથા જયપાલસિંહ રાઠૌડ, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ગ્રામ્યના તથા આર.એ.ડોડીયા, નાયબ પોલીસ અધિક્ષક જેતપુર વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ ઈસમોને તાત્કલીક પકડી પાડવા સખત સુચના કરવામાં આવેલ જે અંગે ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે.ગોધમ એ તાત્કાલીક ધોરાજી સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.કે.ગોહિલનાઓ તથા ધોરાજી સેટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને તાત્કાલીક આરોપી પકડી પાડવા સુચના આપેલ જેથી ધોરાજી પોલીસ સ્ટેશનમાં આવેલ ઇંઅઠઊં-ઊઢઊ ઈઈઝટ પ્રોજેકટની મદદથી તેમજ હ્યુમન સોસીંસ ની મદદથી ધોરાજી નદી બજાર અમલસાદ પાન પાસે ચોરીમાં ગયેલ લોખંડની જાળી લઈ ભંગારના ડેલામાં વેચવા જવાની ફીરાકમાં આરોપી રફીક મહમદભાઈ કુરેશી રહે.

ધોરાજી વાળો ઊભો છે તેવી ચોક્ક્સ અને વિશવાસપાત્ર બાતમી મળતા સદરહું જગ્યા પર જઈ તપાસ કરાતા હકીકતમાં જણાવેલ ઈસમ રફીક મહમદભાઈ કુરેશી મળી આવતા મજકુર ઈસમની યુક્તી પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા ગુનાની કબુલાત આપેલ અને ચોરીમાં ગયેલ અન્ય મુદામાલ બાબતે પુછતા આરોપી નં-2 ઈમ્તીયાઝ ઉર્ફે ઈમુ મજીદભાઈ ધાણીવાલાના કબ્જા ભોગવટાવાળા ભંગારના ડેલે વેચી દીધો હોવાની કેફીયત આપતા સદરહું ઈમ્તીયાઝ ઉર્ફે ઈમુ મજીદભાઈ ધાણીવાલાના ભંગારના ડેલા પર જઈ તપાસ કરતા ગુનાના કામે ચોરાયેલ મુદામાલ લોખંડની જાળીઓ નંગ-5 કિ.રૂૂ 1250/- તથા રોકડ રૂૂપીયા 27,740/- મળી કુલ રૂૂપીયા 28,990/- નો મુદામાલ રીકવર કરેલ હોય અને પકડાયેલ આરોપીઓ વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement