For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં એક દિવસમાં હત્યાની બે ઘટના

12:22 PM Jun 20, 2024 IST | Bhumika
રાજકોટમાં એક દિવસમાં હત્યાની બે ઘટના
Advertisement

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. અગ્નિકાંડની ઘટના બાદ પોલીસ અને મહત્વની બ્રાંચ તપાસમાં વ્યસ્ત છે ત્યારે શહેરમાં લુંટ, ચોરી અને હવે હત્યાના બનાવોમાં વધારો થયો છે. રાજકોટમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવોથી ખળભળાટ મચી ગયો છે.

ગાંધીગ્રામમાં રહેતા અર્જુન વ્યાસ નામના 21 વર્ષિય યુવાનની તેના જ મિત્ર કૃણાલ ચગ દ્વારા હત્યા કર્યાનો બનાવ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયો છે તો બીજી તરફ આજી ડેમ પોલીસ મથક વિસ્તારનાં કોઠારીયા રોડ પરથી એક યુવાનની મોંઢુ અને હાથ બાંધી હત્યા કરી લાશને સળગાવી નાખ્યાની ઘટના બનતા આ બનાવમાં આજી ડેમ પોલીસ જ ફરિયાદી બનીને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement

ગાંધીગ્રામના યુવાનને મિત્રએ છરીના ઘા ઝીંકી પતાવી દીધો

રાજકોટમાં ગાંધીગ્રામમાં બનેલા હત્યાના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીગ્રામ શેરી નં.8માં રહેતા અર્જુન પ્રફુલભાઈ વ્યાસ (ઉ.21) નામનો યુવાન એસ.કે.ચોકમાં હતો ત્યારે કૃણાલ ચગ નામના તેના મિત્ર સાથે ઝઘડો થતાં કૃણાલે છરીનો એક ઘા પેટમાં ઝીંકી દેતાં અર્જુન વ્યાસનું મોત થયું હતું અને આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. એસ.કે.ચોકમાં લોહીલુહાણ હાલતમાં અર્જુન પડયો હતો ત્યારે તેનો મિત્ર ત્યાંથી નીકળ્યો અને તે અર્જુનને ઓળખી જતાં તેના પિતાને જાણ કરતાં પ્રફુલભાઈ નર્મદાશંકર વ્યાસ તથા તેમના પત્ની ધર્મિષ્ઠાબેન એસ.કે.ચોકમાં દોડી ગયા હતાં. પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના મહિલા પીઆઈ બી.ટી.અકબરી સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અર્જુન અને કૃણાલ બન્ને મિત્રો છે. કોઈ કારણસર બન્ને વચ્ચે ઝઘડો થતાં કૃણાલે છરી કાઢી અર્જુનને એક ઘા ઝીંકી દીધો હતો. અર્જુનના પિતા પ્રફુલભાઈ રામેશ્ર્વર હોલ પાસે શિવ પાન નામની દુકાન ચલાવે છે. મૃતક અર્જુન અગાઉ જાહેરાતના બોર્ડ મારવાનું કામ કરતો હતો અને હાલ છેલ્લા ઘણા દિવસથી તે બેકાર હતો. મૃતક અર્જુન બે ભાઈ અને એક બહેનમાં બીજા નંબરનો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી હત્યા કરનાર કૃણાલ ચગની શોધખોળ શરૂ કરી છે.

ઉઘરાણી બાબતે સામાકાંઠાના યુવાનની હત્યા

રાજકોટમાં હત્યાના બનેલા બીજા બનાવમાં આજી ડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ સાંઈબાબા સર્કલથી થોડે દૂર સ્વાતિ પાર્ક જવાના કાચા રસ્તે એક યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. તપાસ કરતાં આ લાશ સંતકબીર રોડ પર કહેતા વિપુલ વશરામ કયાડાની હોવાનું ખુલ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું જાણવા મળ્યું હતું. લાશ પાસેથી પ્લાસ્ટીકની બોટલમાં જવલનશીલ પ્રવાહી પણ મળી આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં મૃતકના મોંઢામાં સુતરી બાંધેલી હતી અને તેના હાથ પણ બાંધેલા હતાં. હત્યા અન્ય સ્થળે થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ અને આજીડેમ પોલીસે તપાસ કરી ભેદ ઉકેલી નાખ્યો હતો. ઉઘરાણી બાબતે યુવાનની હત્યા થયાનું તપાસમાં ખુલ્યા બાદ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે સકંજામાં લીધો છે.
અન્ય સ્થળે હત્યા કર્યા બાદ લાશને કોઠારીયા રોડ પર સ્વાતિ પાર્ક જવાના રસ્તે અવાવરૂ સ્થળે સળગાવી નાખવામાં આવી હતી. આ અર્ધ બળેલી લાશને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી અને આ મામલે આજી ડેમ પોલીસે ફરિયાદી બની હત્યાનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ હત્યારાને ક્રાઈમ બ્રાન્ચે સકંજામાં લીધો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement