For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાનામવા વિસ્તારમાં LIC એજન્ટ પર બે શખ્સનો સરાજાહેર છરીથી હુમલો

04:20 PM May 01, 2024 IST | Bhumika
નાનામવા વિસ્તારમાં lic એજન્ટ પર બે શખ્સનો સરાજાહેર છરીથી હુમલો
oplus_2097184

અંબિકા ટાઉનશીપમાં રહેતા એક વીમા એજન્ટ પર બે શખ્સોએ છરી વડી હુમલો કરતાં ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રૌઢને વગર વાંકે હુમલાનો ભોગ બનવુ પડયુ હોવાની વિગતો મળી છે.

Advertisement

હોસ્પિટલ પોલીસ ચોકીમાંથી મળતી વિગતો મુજબ અંબિકા ટાઉનશીપમાં રહેતા સુધિરભાઇ રણછોડભાઇ પટેલ (ઉ.વ.58) આજે સવારે 11 વાગ્યે નાના મવા, આરોગ્ય કેન્દ્ર અને સ્ટેટ બેન્ક પાસે હતાં ત્યારે ત્યાં ધસી આવેલા દિપક ધિરૂ અધેરા અને કૌશિક કનેરીયા એમ બે શખ્સોએ અલ્પેશ દોંગા પૈસા નથી આપતો તે વાતે બબાલ કરી છરીથી હુમલો કરી નાસી છૂટયા હતા.

બીજી બાજુ છરીનો ઘા છાતીમાં વાગી જતા લોહીલુહાણ હાલતમાં સુધિરભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અહીંથી ઇજાગ્રસ્ત સુધિરભાઇએ પોલીસને જણાવ્યું હતુ કે, દિપક અને કૌશિકે પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામથી ફાયનાન્સનો ધંધો કરતાં અલ્પેશ દોંગાને રૂા.14 લાખ ઉછીના આપ્યા હતા. તે પહેલા આ બંન્ને શખ્સોએ અલ્પેશને પૈસા આફીએ તો કાંઇ વાંધો નથી ને? તેવું પૂછતા સુધિરભાઇએ કહેલ કે મને શું વાંધો હોય.

Advertisement

ત્યારબાદ અલ્પેશ દોંગા 1 વર્ષથી રૂપિયા આપતો નથી તે વાતની માથાકૂટ કરી, નાના મવા બોલાવી દિપક અને કૌશિકે હુમલો કર્યાનું પોલીસને જણાવ્યું હતું. બનાવની જાણ પરથી રાજકોટ તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement