For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઠારિયા સોલવન્ટ અને યુવરાજનગરમાં દારૂના બે દરોડા

04:14 PM Dec 18, 2023 IST | Sejal barot
કોઠારિયા સોલવન્ટ અને યુવરાજનગરમાં દારૂના બે દરોડા

શહેરના કોઠારીયા સોલવન્ટ અને યુવરાજનગરમાં પોલીસે વિદેશી દારૂના બે દરોડા પાડી 85 હજારનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે કાર મુકી ભાગી ગયેલા શખ્સને શોધખોળ શરૂ કરી છે.
પ્રથમ બનાવમાં કોઠારીયા સોલવન્ટના 25 વારીયા કવાર્ટર શિતળાધાર શેરી નં.30માં રહેતો કરણ રમેશભાઈ ખોડા પોતાના મકાનમાં વિદેશી દારૂ વેચાણ માટે લઈ આવ્યો હોવાનું બાતમીના આધારે પીએસઆઈ એ.એન. પરમાર અને ટીમના મોહિલરાજસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડી કરણને પકડી તેની પાસેથી 30 વિદેશી દારૂની બોટલ કબજે કરી 17000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કરણની પુછપરછમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં થર્ટી ફસ્ટ આવતી હોય જેથી દારૂનો જથ્થો વેચવા માટે રાખ્યો હતો. હાલ સપ્લાયરની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બીજા બનાવમાં શહેરના માર્કેટીંગ યાર્ડથી આજી ડેમ તરફ જવાના રસ્તે એક કારમાં દારૂનો જથ્થો આવવાની બાતમી મળતાં આજી ડેમ પોલીસ મથકના એએસઆઈ વી.બી.સુખાનંદી અને રવિભાઈ વાંક સહિતના સ્ટાફે વોચ ગોઠવી કારને પકડવા તેનો પીછો કરતાં યુવરાજનગર નજીક તેની કાર રેઢી મુકી ચાલક ભાગી ગયો હતો.
કારમાં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની 36 બોટલ મળી આવી હતી અને કુલ 68 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર નંબરને આધારે હાલ ચાલકની શોધખોળ ચાલી રહી હોવાનું આજી ડેમ પોલીસ મથકમાંથી જાણવા મળી રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement