For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં બે માસૂમ બાળાના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત

12:46 PM Jun 17, 2024 IST | Bhumika
રાજકોટમાં બે માસૂમ બાળાના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત
Advertisement

એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતાં બે નેપાળી પરિવારની બંને બાળકી રમતા રમતા લાપતા થયા બાદ પાણીમાં તરતી લાશો મળી

રાજકોટમાં રૈયા રોડ પર ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલ શિલ્પન ઓનેકસ હાઈટસમાં ચોકીદારી કરતાં બે નેપાળી પરિવારની માસુમ બાળકી રાત્રિના સમયે રમતા રમતા બિલ્ડીંગના સ્વિમીંગપુલમાં પડી જતાં બન્ને બાળકીનાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતાં. બન્ને માસુમ બાળાના મોતથી નેપાળી પરિવાર અને સ્થાનિક લોકોમાં અરેરાટી સાથે કરૂણકલ્પાંત સર્જાયો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રૈયા રોડ પર ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલ શિલ્પન ઓનેકસ હાઈટસમાં રહેતા અને ચોકીદારી કરતાં બે નેપાળી પરિવારની મેનુકા પ્રકાશસિંગ (ઉ.3) અને પ્રકૃતિ ગોકુલચંદ (ઉ.3.9) રાત્રિનાં નવેક વાગ્યાના અરસામાં એપાર્ટમેન્ટનાં ગ્રાઉન્ડમાં રમતી હતી ત્યારે રમતા રમતા ગ્રાઉન્ડમાં આવેલા સ્વિમીંગપુલમાં અકસ્માતે પટકાઈ હતી. બન્ને માસુમ બાળકી સ્વિમીંગપુલના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. રમતા રમતા લાપત્તા થયેલી બન્ને બાળકી સ્વિમીંગ પુલમાંથી બેશુધ્ધ હાલતમાં મળી આવી હતી. બન્ને બાળકીને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બન્ને માસુમ બાળકીનું જોઈ તપાસી મૃત જાહેર કરતાં નેપાળી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ સ્ટાફના યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક મેનુકાના પિતા પ્રકાશસિંગ છેલ્લા આઠ મહિનાથી અને પ્રકૃતિના પિતા ગોકુલચંદ છેલ્લા 17 દિવસથી શિલ્પવન ઓનેકસ હાઈટસમાં ચોકીદારી તરીકે નોકરી કરી રહ્યા છે. મૃતક મેનુકા તેના માતા પિતાની એકની એક લાડકી પુત્રી હતી. જ્યારે મૃતક પ્રકૃતિ તેના માતા પિતાની લાડકવાયી અને એકના એક ભાઈની એકની એક બહેન હતી. બન્ને બાળકી દરરોજ સાયકલ લઈને બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં રમતી હતી. નિત્યક્રમ મુજબ ગઈકાલે બન્ને બાળકી સાયકલ લઈને રમતી હતી તે દરમિયાન અચાનક નવેક વાગ્યાના અરસામાં લાપત્તા થઈ હતી. બન્ને બાળકીનો પરિવાર બન્ને બાળકીને શોધી રહ્યો હતો તે દરમિયાન ફલેટમાં રહેતા એક વ્યક્તિને બન્ને બાળકીના મૃતદેહ સ્વિમીંગ પુલમાં તરતા હોવાનું ધ્યાન પર આવતાં તાત્કાલીક બન્ને બાળકીના પરિવારને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement