For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી મચ્છુ-2 ડેમના બે દરવાજા બે ફૂટ ખોલાયા

11:47 AM May 13, 2024 IST | Bhumika
મોરબી મચ્છુ 2 ડેમના બે દરવાજા બે ફૂટ ખોલાયા
Advertisement

મોરબીનો મચ્છુ 2 ડેમમાં આવેલ દરવાજા રીપેરીંગ કામગીરી કરવાની હોવાથી ડેમ ખાલી કરવા માટે આજે મચ્છુ 2 ડેમના બે દરવાજા બે ફૂટે ખોલવામાં આવ્યા છે જેને પગલે મોરબી અને માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ મોરબીનો બેઠો પુલ સલામતી કારણોસર બંધ કરવામાં આવ્યો છે.

મોરબીનો મચ્છુ 2 ડેમ ખાલી કરવા અંગે ડેમ અધિકારી વી કે પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મચ્છુ 2 ડેમના પાંચ ગેટ રીપેરીંગ અને બદલવા સહિતની કામગીરી કરવાની હોવાથી આજે ડેમના 2 દરવાજા 2 ફૂટે ખોલવામાં આવ્યા છે અને 1400 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી મોરબી અને માળિયા તાલુકાના કુલ 34 નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાવ આવ્યું છે જેમાં રેવન્યુ, પોલીસ સ્ટાફ દ્વારા સ્થળ વિઝીટ કરી નાગરિકોને જરૂૂરી સુચના આપી રહ્યા છે અને નદીના પટ સહિતના વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે

Advertisement

મચ્છુ 2 ડેમનું પાણી મચ્છુ 3 સિંચાઈ યોજના મારફત માળિયાના દરિયા સુધી પહોંચશે અને જરૂૂરિયાત મુજબ પાણીનો ફોર્સ વધારવામાં આવશે કુલ 988 ળભરિં જથ્થો ઉપલબ્ધ છે જેમાંથી 726 ળભરિં જથ્થો છોડવામાં આવનાર છે.ડેમ અધિકારીએ પીવાના પાણીની વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે ક્રેસ્ટ લેવલ સુધી ડેમ ખાલી કરવામાં આવનાર છે અને મોરબી નગરપાલિકા વિસ્તાર અને અન્યને પીવાના પાણી માટે તેની નીચેથી જ પાણી પૂરું પાડવામાં આવે છે ડેમમાં 10 દિવસનો બફર સ્ટોક પીવાના પાણી માટે રાખવામાં આવશે અને બ્રાંચ કેનાલમાંથી પ્રતિદિન 150 કયુસેક જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરી છે જેથી પીવાના પાણીની કોઈ સમસ્યા નહિ રહે તેની ખાતરી આપી હતી. મચ્છુ 2 ડેમના બે દરવાજા આજે ખોલવામાં આવ્યા છે બાદમાં જળ જથ્થો વધુ છોડવામાં આવશે અંદાજે 3 દિવસમાં ડેમ ખાલી કરાશે ત્યારબાદ મીકેનીકલ ટીમ દ્વારા ગેટ બદલવાની અને રીપેરીંગ કામગીરી શરુ કરવામાં આવશે તેમ ડેમ અધિકારીએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement