For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના બે મિત્રો વ્યાજના ચક્રમાં ફસાયા, 5 લાખના 6.40 લાખ ચૂકવ્યા છતાં 12 લાખની માગણી

05:09 PM Jun 24, 2024 IST | admin
રાજકોટના બે મિત્રો વ્યાજના ચક્રમાં ફસાયા  5 લાખના 6 40 લાખ ચૂકવ્યા છતાં 12 લાખની માગણી

મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે આરાધના સોસાયટીમાં રહેતા ઇમિટેશનના ધંધાર્થી પ્રેમજીભાઈએ મનજીભાઈ કાકડીયા (ઉ.વ 56) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના 25 વર્ષ જૂના મિત્ર અરવિંદ શંભુભાઈ લખતરિયા (રહે.માંડા ડુંગર, મહીકા રોડ,રાજકોટ) નું નામ આપ્યું છે.
પ્રેમજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ત્રણ વર્ષ પૂર્વે ઇમિટેશનના ધંધામાં રૂૂપિયાની જરૂૂર હોય જેથી મિત્ર અરવિંદ લખતરિયા જે વ્યાજનો ધંધો કરતા હોય તેની પાસેથી રૂ.3 લાખ 3 ટકા વ્યાજ લીધા હતા.ત્યારબાદ તેઓ દર મહિને રૂ.9,000 વ્યાજ ચૂકવતા હતા.વર્ષ 2022માં ફરિયાદી તથા તેના મિત્ર ભરતભાઈ ગજેરાને રૂૂપિયાની જરૂૂરિયાત પડતા અરવિંદ પાસેથી એક લાખ તેમના માટે અને મિત્ર ભરત ગજેરાએ એક લાખ વ્યાજ લીધા હતા. વ્યાજે પૈસા આપ્યા ત્યારે અરવિંદે સિક્યુરિટી પેટે ફરિયાદી પાસેથી તેના મકાનની ફાઈલ લીધી હતી.ફરિયાદી બે વર્ષ સુધી રૂપિયા ત્રણ લાખના માસિક રૂપિયા 9,000 લેખે 2.16 લાખ તથા ચાર મહિના સુધી રૂૂપિયા 1 લાખના માસિક 3000 લેખે રૂૂ.12,000 વ્યાજ અરવિંદને ચુકવ્યું હતું તેમજ તેમના મિત્ર ભરતભાઈએ પણ 3,000 લેખે 4 મહિનાના કુલ 12000 ચૂકવ્યા હતા.
બાદમાં તારીખ 8/2/2024 ના પૈસાની વ્યવસ્થા થતા અરવિંદને રૂપિયા બે લાખનો ચેક તથા રૂપિયા 1,00,000 ચૂકવી આપતા અરવિંદે મકાનની ફાઈલ પરત આપી દીધી હતી.એકાદ વર્ષ પહેલા ભરતભાઈએ રૂપિયા એક લાખ ગુગલ પેથી અરવિંદને પરત ચૂકવી દીધા હતા. ફરિયાદીને રૂ.1,00,000 ચૂકવવાના બાકી હોય જેથી અરવિંદએ ભરતભાઈના મકાનની ફાઈલ પરત આપી ન હતી.
જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, મારે તમને એક લાખ દેવાના બાકી છે તેમ કહેતા ગાળો આપી હતી તેમજ ફરિયાદીના મિત્રની ફાઈલ પરત આપતો ન હતો.બે માસ પૂર્વે બળજબરી પૂર્વક ફરિયાદીની સંત કબીર રોડ પર જલગંગા ચોક સદગુરુ સાનિધ્ય કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનની ચાવી લઈ ગયો હતો અને કહ્યું હતું કે 12 લાખ આપો ત્યારે દુકાનની ચાવી લઈ જજો.આમ,ફરિયાદીએ અરવિંદ લખતરિયા પાસેથી કટકે કટકે રૂૂપિયા ચાર લાખ તથા તેના મિત્ર ભરતભાઈએ 1 લાખના 3 ટકા વ્યાજ લીધા હતા.જેમાં કુલ રૂૂપિયા 2.40 લાખ વ્યાજ તથા મુદ્દલ 4,00,000 ચૂકવી દીધી હોવા છતાં વધુ રૂૂપિયા 12 લાખની માંગણી કરી ફરિયાદીના મિત્રની મકાનની ફાઈલના આપી આરોપી સામે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement