રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ હીટવેવની આગાહી

01:05 PM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો એહસાસ થઈ રહ્યો છે. સોમવારે ધૂળેટીના તહેવારમાં પણ લોકોને આકરી ગરમીનો સામોનો કરવો પડ્યો હતો. મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું હતુ. તો રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરૂૂવાર સુધી ગુજરાતમાં તાપમાનનો પારો 40ને પાર જશે તેવી ચેતવણી છે. તો બીજી તરફ હજી પણ બેવડી ઋતુમાં લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર જવાની આગાહી સાથે બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન 39- 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અહીં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું છે.

હીટવેવની શક્યતાના કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે જરૂૂર વિના બહાર ન નિકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ જરૂૂર જણાય તો શાળાઓના સમયમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે વહેલી સવારે અને રાત્રે તાપમાનના પારો નીચે જતા લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ (ચોમાસામાં વરસાદ થવા માટેનાં વાદળનાં ચિહ્ન) દેખાય તેના 225 દિવસ પછી જે વિસ્તારમાં કસ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ દેશી વિજ્ઞાનની વાત કરીને હાલ જે વાદળો થાય છે તેને પણ કસ ગણવાનો છે. હાલ હોળી નજીક છે ત્યારે આ કસનો છેલ્લો રાઉન્ડ છે.

24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા
અમદાવાદ 38.6 ડિગ્રી, ગાંધીનગર 38.5 ડિગ્રી, ડીસા 38.4 ડિગ્રી, વડોદરા 38.6 ડિગ્રી, ભાવનગર 37.4 ડિગ્રી, રાજકોટ 39.9 ડિગ્રી, સુરેન્દ્રનગર 39.5 ડિગ્રી, મહુવા 38.0 ડિગ્રી, ભુજ 39.8 ડિગ્રી, કંડલા 37.6 ડિગ્રી, કેશોદ 38.5 ડિગ્રી

Tags :
gujaratgujarat newsheatwaveSaurashtra-Kutch
Advertisement
Next Article
Advertisement