સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

ભાણવડના ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં બે મગર કરાયા રેસ્કયુ

11:16 AM Apr 18, 2024 IST | Bhumika
Advertisement

ભાણવડના નવાગામ ખાતે નદીની નજીક ગામ વિસ્તારમાં અને ઝારેરા ગામે એક ખેડૂતની વાડીમાં ગત મોડી રાત્રે મગરે દેખા દેતા આ બંને સ્થળેથી ભાણવડના વન વિભાગ અને એનિમલ લવર્સ ગૃપને જાણ કરાઇ હતી.

Advertisement

આ અંગેની જાણ થતાં વન વિભાગના ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા , રામદેભાઈ કોટા અને એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, હુસેનભાઈ ભટ્ટી તુરંત આ બંને જગ્યાએ દોડી ગયા હતા અને લાંબી જહેમત બાદ મગરને રેસ્કયુ કરી, નજીકના બરડા ડુંગરના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા.
આ સ્થળ પર હાજર લોકોને આવા કોઈ વન્યજીવ કે સરીસૃપ આસપાસ જોવા મળે તો તેને હેરાન કરવા કે મારવા નહિ પરંતુ રેસ્ક્યુ કરાવવા સંસ્થા દ્વારા અપીલ કરાઇ હતી.

Tags :
BhanwadBhanwad newscrocodilegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement