For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફોટા વાઈરલ કરવાની ધમકી આપી બે સગી બહેન પર અવાર નવાર દુષ્કર્મ

12:23 PM Jun 22, 2024 IST | Bhumika
ફોટા વાઈરલ કરવાની ધમકી આપી બે સગી બહેન પર અવાર નવાર દુષ્કર્મ
Advertisement

ઉનાના બંને શખ્સે ફોટા વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું:ધરપકડ

ઊના પંથકનાં નાથળ ગામના 2 શખ્સે ફોટા વાયરલ કરવાની ધમકી આપી 2 સગી બહેન પર અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂૂ કરી બંને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. ઊના તાલુકાના નાથળ ગામનાં ઇમરાન જાવેદ સમાએ 22 વર્ષની યુવતી સાથે ઓળખાણ થતા ફોટા વાયરલ કરવાની ધમકી અવાર નવાર યુવતીના ઘરે તેમજ તેની વાડીએ બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બીજી બાજુ નાથળ ગામનાં અજય જીવાએ પણ યુવતીની બહેન સાથે ઓળખાણ કરી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી ઘરે અવાર નવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું તેમજ બહેનના ફોટા ઇમરાન જાવેદે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાની ફરિયાદ યુવતીએ કરતા ઊના પોલીસે કલમ 376, 506(2) 34 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66 (ઈ) અને 67 મુજબ બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.આ ફરિયાદના પગલે પીઆઇ આર. એચ. સુવાએ તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં ઇમરાન અને અજયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement