For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોધિકાના છાપરા પાસે ખાનગી ટ્રાવેલ્સ અડફેટે બાઇકસવાર બે પિતરાઇ ભાઇના મોત

11:51 AM Jan 01, 2024 IST | Sejal barot
લોધિકાના છાપરા પાસે ખાનગી ટ્રાવેલ્સ અડફેટે બાઇકસવાર બે પિતરાઇ ભાઇના મોત

લોધીકાના છાપરા નજીક વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સની બસે બાઈકને હડફેટે લેતાં બાઈક પર સવાર કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામના બે કૌટુંબિક ભાઈઓના મૃત્યુ નિપજતા તેમના પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામે રહેતા પિયુષ સોમાભાઈ હાડા (ઉ.વ.35) અને તેનો કૌટુંબિક ભાઈ યશવંત હરેશભાઈ હાડા (ઉ.વ.23) મેટોડા જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં કામ કરે છે. સવારે બંને બાઈક ઉપર ઘરેથી કારખાને આવતા હતા ત્યારે છાપરા નજીકના વળાંક પાસે ખાનગી ટ્રાવેલ્સની બસે હડફેટે લેતાં બંનેને ગંભીર ઈજા થતાં રાજકોટની સિવીલમાં ખસેડાયા હતા.
જયાં તેમના મોત નિપજયા હતા. જાણ થતાં મેટોડા પોલીસનો સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગયો હતો. સ્થળ પરથી પોલીસે અકસ્માત સર્જનાર બસ કબ્જે કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બંને મૃતકોના પરિવારના સભ્યો આજે અંતિમવિધિમાં વ્યસ્ત હોવાથી ફરિયાદ નોંધાઈ નથી. આવતીકાલે વિધીવત ફરિયાદ નોંધાશે. નાના એવા પાતા મેઘપર ગામનાં બે-બે યુવાનોના અચાનક મોતથી ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. મેટોડા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement