For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રમાં ચીલઝડપ કરનાર બે કોલેજિયન મિત્રો ગોવામાં પાર્ટી કરતાં પોલીસે પકડ્યા

11:26 AM May 16, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્રમાં ચીલઝડપ કરનાર બે કોલેજિયન મિત્રો ગોવામાં પાર્ટી કરતાં પોલીસે પકડ્યા
Advertisement

આજકાલ લોકો મેહનત કરવાને બદલે ઝડપી પૈસા કમાવવા માટે શોર્ટકટ અપનાવવા લાગ્યા છે. ભલે પછી એ શોર્ટકટ અવળે રસ્તે કેમ ન ચઢાવી દે.ત્યારે જૂનાગઢની એક કોલેજનાં બે મિત્રો આવા જ શોર્ટકટ રીતે પૈસા કમાવવા માટે અવળે રસ્તે ચઢી ગયા અને અલગ અલગ શહેરોમાં અછોડાતોડની વારદાતને અંજામ આપી મોજશોખ કરવા લાગ્યા હતો.આખરે આ બન્નેને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે.

વડોદરામાં અછોડા તોડવાની વારદાતને અંજામ આપનાર બે આરોપી ઝડપાઇ ગયા છે. આ બંને આરોપીઓએ જૂનાગઢ, રાજકોટ, કેશોદ, સુરત બાદ વડોદરામાં અછોડા તોડી પોતાના મોજશોખ પુરા કરતા હતા. આ બંને આરોપીઓ ટ્રેનમાં સુરતથી વડોદરા આવતા હતા, જ્યાં વડોદરામાં પહેલા બાઈકની ચોરી કરી અને ત્યારબાદ ચોરીની બાઈક પર જ અછોડા તોડતા હતા. આ બંને આરોપીએ સુરતથી ટ્રેનમાં વડોદરા આવી ત્રણ લોકોના અછોડા તોડ્યા અને બાદમાં ગોવા જઈને મોજશોખ કર્યા હતા. એટલું જ નહિ પોલીસની પકડથી બચવા માટે સુરતના ગેસ્ટ હાઉસમાં રહેતા હતા.

Advertisement

આખરે પોલીસે શંકાના આધારે અછોડા તોડ વૈભવ બાબુભાઇ જાદવ અને ભાવિન મનસુખભાઇ ચાંડયાની ધરપકડ કરી છે. જેમાં વૈભવ જાદવે બીએસી અને ભાવિને બીબીએનો અભ્યાસ કર્યો છે. વૈભવ અને ભાવિને જૂનાગઢની કોલેજમાં રૂૂમ પાર્ટનર હતા. વૈભવ વિરુદ્ધ રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ, સુરતના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 15 ગુના નોંધાયા છે. જયારે ભાવિન વિરુદ્ધ જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ પોલીસ મથકમાં 10 ગુના નોંધાયેલ છે. આરોપીઓએ બે બાઈક ચોરી અને ત્રણ સોનાની ચેનની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસે થી ત્રણ અછોડા, બે બાઇક અને બે મોબાઈલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement