For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળના જાલેશ્ર્વરમાંથી બે બોગસ ડોકટર ઝડપાયા

11:58 AM Jun 24, 2024 IST | admin
વેરાવળના જાલેશ્ર્વરમાંથી બે બોગસ ડોકટર ઝડપાયા

ગીર સોમનાથ એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધા

Advertisement

ગીર સોમનાથ એસ.ઓ.જી. બ્રાન્ચે વેરાવળના જાલેશ્વર વિસ્તારમાંથી માન્ય ડીગ્રી વગર તબીબની પ્રેકટીસ કરતા બે બોગસ ડોકટરોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જુનાગઢ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ
જાડેજા દ્વારા અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવા સુચના આપેલ તે અનુસંધાને એસ. ઓ.જી.ના પો.ઇન્સ. જે. એન. ગઢવી, પો.સબ ઇન્સ. વી.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ એ. એસ. આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા, ગોવિંદભાઇ રાઠોડ, મેરામણભાઇ શામળા, પો.કોન્સ. રણજીતસિંહ ચાવડા, મહાવિરસિંહ જાડેજા સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે મેડીકલ ઓફીસર ડો.એ.બી.ચૌધરી ને સાથે રાખી જાલેશ્વર વિસ્તાર માંથી જયરાજ રામસીભાઇ બારડ ઉ.વ.24 રહે.પ્રશ્નાવડા ગામ, તા.સુત્રાપાડા તથા ધનસુખગીરી દેવગીરી મેઘનાથી ઉ.વ.40 રહે. મફતીયાપરા, તા.વેરાવળ વાળા ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કિલનીક/દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હોવાથી એલોપેથીક દવાઓ, ઇન્જેકશન તથા બીપી માપવાના સાધન તથા સિરપની બોટલો તથા છુટી દવાઓ વિગેરે મેડિકલને લગતા સાધન સામગ્રી તથા દવાઓના જથ્થો મળી રૂૂા.5,680 ની સાથે જયરાજ રામ સીભાઇ બારડ તેમજ ધનસુખગીરી દેવગીરી મેઘનાથી ને રૂૂા.5,103 ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement