For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મચ્છુ દુર્ઘટનામાં બે મૃતદેહ મળ્યા, એક તરુણની શોધખોળ

11:44 AM May 16, 2024 IST | Bhumika
મચ્છુ દુર્ઘટનામાં બે મૃતદેહ મળ્યા  એક તરુણની શોધખોળ
Advertisement

ગઇકાલે નહાવા પડેલા ત્રણ તરુણ પાણીમાં ગરક થતા ફાયર વિભાગે રાતભર શોધખોળ હાથ ધરી બે ડેડબોડી શોધી કાઢી

મોરબી મચ્છુ ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસે નહાવા પડેલા ત્રણ તરૂણ પાણીમાં ગરક થઇ ગયા હતા. ગઇકાલે ફાયર વિભાગની ટીમ દ્વારા રાતભર તરૂણઓની શોધખોળ શરૂ કરવામાં આવેલ જેમાં મોડી રાત્રે અને આજે વહેલી સવારે ગૌરવ કિશોરભાઇ તથા ચિરાગ તેજાભાઇ પરમાર નામના તરૂણના મૃતદેહ મળી આવ્યા છે. આથી ફાયર વિભાગે અન્ય એક તરૂણોની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા ત્યારે આજે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા 3 સગીર ડૂબ્યા હોવાની માહિતી મળતા ફાયર ટીમ દોડી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી બે તરૂણના મૃતદેહ શોધી કાઢ્યા હતા અને રેસ્કયુ કામગીરી આજે પણ ચાલુ રાખવામાં આવી છે. ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મચ્છુ 3 ડેમ પાસે નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે 3 તરુણો ડૂબી ગયાની પ્રાથમિક માહિતી મળી છે. જેમને શોધવા માટે ફાયરની ટીમ કામે લાગી છે.જ્યારે અન્ય મળતી વિગત મુજબ પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચવા જતા બે સગીર પણ ડૂબ્યા હતા. અહી કુલ 7 જેટલા યુવાન અને સગીર ન્હાવા આવ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અને અન્ય ચાર યુવાનોનો બચાવ થયો હતો જેમાં ભંખોડીયા આર્યન ભરતભાઈ (16 વર્ષ) ભંખોડીયા જય ગૌતમભાઈ (16 વર્ષ), ભંખોડીયા પ્રીતમ અસ્વીનભાઈ (17 વર્ષ) અને બોચીયા જૈમિન ખીમજીભાઈ (16 વર્ષ) તેમની સાથે નાહવા ગયા હતા જે ચાર સગીરનો બચાવ થયો હતો.

તો પરમાર ચિરાગ તેજાભાઇ (20 વર્ષ), ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (16 વર્ષ) અને ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (17 વર્ષ) એમ એક યુવાન અને બે સગીર પાણીમાં ડૂબ્યા હોવાથી મોરબી અને રાજકોટ ફાયર ટીમની મદદ લેવામા આવી હતી ફાયર ટીમના તરવૈયાઓ બે બોટ સહિતના સાધનોની મદદથી સર્ચ ઓપરેશન ચલાવી આજે બે તરૂણના મૃતદેહ શોધી બાકીના એક તરૂણની શોધખોળ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement