For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુરમાં વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા: સપ્લાયર ફરાર

11:07 AM Jun 08, 2024 IST | Bhumika
કલ્યાણપુરમાં વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા  સપ્લાયર ફરાર
Advertisement

    કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના બસ સ્ટેશન પાસેથી પોલીસે ગતરાત્રિના સમયે પોલીસે આ જ ગામના ગોવિંદ સગા ચાવડા (ઉ.વ. 33) અને વિજય ધરણાંત વારોતરીયા (ઉ.વ. 24) નામના બે શખ્સોને વિદેશી દારૂની બોટલ તેમજ મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 12,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દારૂની બોટલ તેઓએ નંદાણા ગામના સંજય દેવાભાઈ મકવાણા નામના શખ્સ પાસેથી મેળવ્યું હોવાનું કબુલતા કલ્યાણપુર પોલીસ મથકમાં બંને શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.    આ પછી કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ મિલનભાઈ કંડોરીયા તથા મેહુલભાઈ પોસ્તરીયા સહિતના સ્ટાફ દ્વારા ઉપરોક્ત પ્રકરણને અનુલક્ષીને નંદાણા ગામના સંજય દેવાભાઈ મકવાણા નામના આરોપીના ઘરમાં દરોડો પાડવામાં આવતા આ સ્થળેથી રૂ. 26,400 ની કિંમતની વિદેશી દારૂની 66 બોટલ મળી આવી હતી. પરંતુ આરોપી સંજય મકવાણા આ સ્થળેથી મળી આવ્યો ન હતો. જે અંગે કલ્યાણપુર પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement
Advertisement