સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

મોરબીમાં રિક્ષામાં બેસેલ મુસાફરના ખિસ્સા હળવા કરનાર બે ઝડપાયા

11:23 AM Jun 28, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબી શહેરમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી ઉલટી કરવાના બહાને નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રૂ.50 હજાર ચોરી કરી નાસી ગયા હોય જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી હતી અને બે ઇસમોને ઝડપી લઈને મુદામાલ રીકવર કર્યો છે.

મોરબી માર્કેટિંગ યાર્ડ પાસેથી આધેડને રીક્ષામાં બેસાડી વાતચીત કરી ઉલટી ઉબકાનું નાટક કરી નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રૂ.50 હજારની રોકડ રકમ ચોરી કરી આરોપીઓ રીક્ષા લઈને નાસી ગયા હતા ગત તા. 24 જુનના બનેલા બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં એલસીબી ટીમે સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી સીએનજી રીક્ષા જીજે 03 બીએક્સ 6186 માં ગુનાને અંજામ આપનાર એક સ્ત્રી અને રીક્ષા ચાલકને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી લઈને પૂછપરછ કરતા બંને ઈસમો તથા અન્ય બે ઈસમો મળીને ગુનાને અંજામ આપ્યાની કબુલાત આપી હતી.

જેથી પોલીસે આરોપી ઈરફાન મહમદ અબુમિયા બુખારી રહે રાજકોટ અને કાંતાબેન હરિભાઈ ડાભી રહે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી એમ બે ઇસમોને ઝડપી લઈને ચોરીમાં ગયેલ રોકડ રૂ.50 હજાર, સીએનજી રીક્ષા જીજે 03 બીએક્સ 6168 કીમત રૂૂ 70 હજાર અને મોબાઈલ કીમત રૂ.5000 સહીત કુલ રૂ.1.25 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી ગયઢો ઉર્ફે ગઢો હરિભાઈ ડાભી અને કિશન મગન પાંભણીયા રહે બંને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે.

Tags :
crimegujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement