For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં અઢી ઇંચ વરસાદથી પોણા ભાગનું શહેર પાણીમાં ડુબ્યું

11:39 AM Jun 27, 2024 IST | Bhumika
ગોંડલમાં અઢી ઇંચ વરસાદથી પોણા ભાગનું શહેર પાણીમાં ડુબ્યું
Advertisement

ગોંડલમાં મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસતા શહેરનાં અંડરબ્રિજ સહિત રાજમાર્ગોપર પાણી ભરાયા હતા. કોલેજ ચોક, માંડવીચોક, ત્રીકોણીયાથી જેલચોક સહિત માર્ગો પર ઠેરઠેર પાણી ભરાતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલવા પામી હતી. આશાપુરા, ઉમવાડા અંડરબ્રિજ અને રાતાપુલ નીચે પાણી ભરાતા રાહદારીઓ અટવાયા હતા. ઉમવાડા અંડરબ્રિજમાં સ્કુલ બસ અને ટ્રેકટર પાણીમાં ફસાયા હતા. ભગવતપરામાં નદીકાંઠા પરની દીવાલ ધરાશઇ થઇ હતી.કેટલાક વીજપોલ ધરાશઇ થયા હતા. તંત્ર દ્વારા ભુગર્ભ ગટરો સાફ કરાઇનાં હોય માત્ર અઢી ઇંચ વરસાદમાં જ રાજમાર્ગોપર જાણે નદી વહેતી હોય તેવા દ્ર્ષ્ય સર્જાયા હતા.
નાના મોટા ઉમવાડા, ગુંદાળા, અનીડા, ચરખડી, રિબડા પટ્ટી પર ધોધમાર વરસાદ પડ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement