For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડની મોબાઈલ ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા

11:49 AM Jan 01, 2024 IST | Sejal barot
ભાણવડની મોબાઈલ ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા

ભાણવડ પંથકમાં થોડા સમય પૂર્વે મોબાઈલ ચોરી અંગેના વિવિધ ગુનાઓ નોંધાયા હતા. ઈ-એફઆઈઆર મારફતે નોંધાયેલા ચોરીના આ ગુનાઓ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને જુદા જુદા સ્થળોએથી બે આરોપીઓને દબોચી લીધા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોરી સહિતના નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી સૂચના સંદર્ભે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં પોલીસે સીડીઆર અને એસડીઆરની માહિતી મેળવી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ અને લોકેશનથી ચોક્કસ બાતમીના આધારે ભાણવડમાં રણજીત પરા રોડ વિસ્તારમાં રહેતા અને પાન મસાલાની દુકાન ધરાવતા અશોક વિઠ્ઠલભાઈ સોનગરા નામના 50 વર્ષના સતવારા આધેડને ઝડપી લીધો હતો.
આ શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે એક આસામીનો ચોરી લીધેલો રૂપિયા 22,499ની કિંમતનો મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યો છે. અન્ય એક પ્રકરણમાં મેંદરડા તાલુકામાં રહેતા એક આસામીના મોબાઈલ ફોનની થયેલી ચોરી પ્રકરણમાં ભાણવડ પોલીસે રાણપર ગામના નટુ જેઠા સાદીયા ગામના 46 વર્ષના શખ્સને ઝડપી લઇ, રૂપિયા 12,500નો મોબાઇલ ફોન કબજે લીધો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement