For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પે હોટેલ રૂમનો દરવાજો બંધ કર્યો: એડલ્ટ સ્ટારનો ધડાકો

11:34 AM May 08, 2024 IST | Bhumika
ટ્રમ્પે હોટેલ રૂમનો દરવાજો બંધ કર્યો  એડલ્ટ સ્ટારનો ધડાકો
Advertisement

હશ મની કેસમાં સ્ટોર્મી ડેનિયલ્સની કોર્ટમાં જુબાની: પોતાના જીવન, પૂર્વ પ્રમુખ સાથે સેક્સ સંબંધોની વાત કરી

Advertisement

2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા 45 વર્ષીય ડેનિયલ્સને કથિત રીતે હશ મની આપવાના આરોપોના આધારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રમ્પ કાલે, તેમની સામે ચાલી રહેલા ઐતિહાસિક ફોજદારી કેસના 13મા દિવસે કોર્ટમાં હાજર થયા. કોર્ટે મુખ્ય સાક્ષી, પૂર્વ એડલ્ટ ફિલ્મ અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સની સુનાવણી કરી. તેણે 2006 માં ટ્રમ્પ સાથેના તેના કથિત જાતીય સંબંધોનું વિગતવાર વર્ણન કર્યું. તેણે જણાવ્યુંકે, ટ્રંપે કઈ રીતે તેને હોટલના રૂૂમમાં બોલાવી અને પછી તેને જોતાની સાથે જ તેની સાથે શું કર્યું…

ઉલ્લેખનીય છેકે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ડેનિયલ્સને કથિત રીતે હશ મની આપવાના આરોપોના આધારે ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. ડેનિયલ્સ, (જેનું સાચું નામ સ્ટેફની ક્લિફોર્ડ છે), તેણે ટ્રમ્પ સાથેના તેના કથિત જાતીય સતામણી વિશે કોર્ટમાં ઘણા કલાકો સુધી વાત કરી, અને વિગતો પ્રદાન કરવામાં પાછળ રહી નહીં. ન્યાયાધીશ જુઆન મર્ચને પણ સ્વીકાર્યું હતું કે કેટલીક વસ્તુઓ એવી હતી કે જે ન કીધી હોત તો પણ સારું હતું. ડેનિયલ્સે જણાવ્યું હતું કે તેણી અને ટ્રમ્પ નેવાડાના લેક તાહોમાં એક સેલિબ્રિટી ગોલ્ફ ટુર્નામેન્ટમાં મળ્યા હતા, જ્યાં ટ્રમ્પે તેણીને તેના હોટેલ સ્યુટમાં આમંત્રિત કર્યા પછી તેઓએ સેક્સ કર્યું હતું, જ્યારે તેણે તેની પત્ની મેલાનિયા સાથે લગ્ન કર્યા હતા.

ડેનિયલ્સે ન્યાયાધીશોને એમ પણ કહ્યું હતું કે 2018 માં હશ મની જાહેર થયા પછી તેમનું જીવન અરાજકતામાં ધકેલાઈ ગયું હતું. કેવી રીતે તેના પરિવારને પબહિષ્કૃતથ કરવામાં આવ્યો હતો અને તેના ઘરે હેરાન કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ પુખ્ત ફિલ્મ અભિનેત્રીએ જુબાની આપી હતી કે તેણે આ ઘટનાને વર્ષો સુધી ગુપ્ત રાખી હતી. તેના પતિને પણ તેની જાણ નહોતી.

ડેનિયલ્સે જુબાની આપી હતી કે ટ્રમ્પે રૂૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. તેણીએ કહ્યું, હું ત્યાં શું થઈ રહ્યું હતું તે સિવાય બીજું કંઈક વિચારવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે, 45 વર્ષીય મહિલાએ કહ્યું કે તેણે ટ્રમ્પને રોકાવા માટે કહ્યું ન હતું અને તરત જ હોટલના રૂૂમમાંથી બહાર નીકળી ગઈ હતી.

ભૂતપૂર્વ પુખ્ત ફિલ્મ અભિનેત્રીએ કહ્યું કે મેં આ વાત ગુપ્ત રાખવાનું મન બનાવી લીધું હતું. પરંતુ ફરી એકવાર ટ્રંપે આ વખતે ચૂંટણી લડવાનું મન બનાવ્યું ત્યારે મને થયું કે આવી વ્યક્તિ દેશ માટે હાનિકારક છે. આવી વ્યક્તિના હાથમાં સત્તા ન સોંપવી જોઈએ. તેથી મેં આ વાત જાહેર કરી અને હું સામે આવી. એ આરોપ પણ લગાવ્યો કે, ટ્રમ્પના વકીલ, માઈકલ કોહેન, તેને ચુપ રહેવા માટે તગડી રકમ આપવાની ઓફર કરી હતી. મૌન રહેવા માટે એડલ્ટ સ્ટારને ટ્રંપે પોતાના વકીલ મારફતે 130,000 ડોલર આપવાની ઓફર કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement