For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડમ્પર પાછળ અથડાયા બાદ ટ્રક અગનગોળો: પિતા-પુત્ર ભડથુ

12:19 PM Jun 28, 2024 IST | Bhumika
ડમ્પર પાછળ અથડાયા બાદ ટ્રક અગનગોળો  પિતા પુત્ર ભડથુ
Advertisement

વહેલી સવારે ઓનેસ્ટ હોટેલ પાસે બનેલી ઘટના: દ્વારકા રહેતા પિતા-પુત્ર ટ્રકમાં બાજરો ભરી પરત ફરતા હતા

એક યુવાન દાઝી જતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયો, વાલીવારસની શોધખોળ

Advertisement

અકસ્માત માટે કુખ્યાત ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જે બાદ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.જેને પગલે ટ્રક ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિ બળીને ખાખ થઈ જતાં બંનેના મોત નીપજ્યા હતા.જ્યારે એક વ્યક્તિ દાઝી ગયો હતો.જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મૃતક દ્વારકાના પિતા પુત્ર હોવાનું ખુલ્યું હતું.

મળતી વિગતો અનુસાર,લીંબડી-અમદાવાદ હાઇવે પર ભલગામડા સર્કલ પાસે ડમ્પર ચાલકે પાછળથી ટ્રકને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં લીંબડી પોલીસ ટીમ તેમજ પાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયરની ટીમે આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર લીંબડી પંથકમાં ભારે ચકચાર મચી હતી.

હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. જેને પગલે ધ બર્નિંગ ટ્રકને જોવા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટનાના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડી પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ટ્રક ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિ બળીને ખાખ થઈ જતાં બંનેના મોત નીપજ્યા હતા.આ ઘટનામાં દ્વારકા રહેતા આમીનભાઈ આદમભાઇ આકડા (ઉ.18) અને તેમના પિતા આદમભાઇ મહંમદભાઈ આકડા(ઉ.વ.45)નું જીવતા સળગી જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

જ્યારે ટ્રકમાં બેસેલ વ્યક્તિને સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.પિતા પુત્ર બાજરો ભરી પરત ફરતા હોવાનું સામે આવ્યું છે.
આદમભાઈને સંતાનમાં ત્રણ છે.તેમજ પોતાનો ટ્રક લઇ બાજરો ભરવા ગયા હતા.ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અકસ્માત બાદ આગ લાગી હોય તેવી કેટલીય ઘટના બની છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement