For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ યાર્ડમાંથી આવતીકાલથી માલ ઉપાડવાનું બંધ કરશે ટ્રક ડ્રાઇવરો

12:09 PM Jan 02, 2024 IST | Sejal barot
રાજકોટ યાર્ડમાંથી આવતીકાલથી માલ ઉપાડવાનું બંધ કરશે ટ્રક ડ્રાઇવરો

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં હીટ એન્ડ રનના કેસમાં કડક કાયદો બનાવી 10 વર્ષની સીજા અને 5 થી 7 લાખનો દંડ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આ કાયદાનો વિરોધ કરતા ટ્રક ડ્રાયવરોનું આંદોલન ધીમે ધીમે ઉગ્ર બનતું જાય છે. પંજાબ, મહારાષ્ટ્ર, એમ.પી.માં આવશ્યક પુરવઠો ખોરવાયા બાદ ગુજરાતના ટ્રક ડ્રાયવરો પણ હડતાલ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. જેના ભાગરૂપે આવતીકાલથી માર્કેટ યાર્ડમાંથી માલ ઉપાડવાનું બંધ કરવાની જાહેરાત કરી છે.
હીટ એન્ડ રનના કાયદા વિરૂધ્ધ ટ્રક ડ્રાયવરોના ચાલી રહેલા આંદોલનમાં બે દિવસ પહેલા સામખીયાણી અને માલીયાસણ પાસે ટગક ચાલકો દ્વારા ચક્ક્કાજામ કરી કાયદાનો વિરોધ કર્યો હતો.
બીજી બાજુ અન્ય રાજયમાં ટ્રક ડ્રાયવરોએ આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો ખોરવી નાખી આંદોલન ઉગ્ર બનાવ્યું ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
રાજકોટ સહીત રાજયભરમાં આવેલ માર્કેટ યાર્ડમાં આવતીકાલથી માલ ઉપાડવાનું ટ્રક ડ્રાઇવરો બંધ કરી દેશે તેમ જાણવા મળેલ છે. ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના હોદેદાર હસુભાઇ ભગદેવે જણાવ્યું હતું કે આ હડતાલ એસો. પ્રેરીત નથી પરંતુ ટ્રક ડ્રાઇવરો સ્વયંમ હડતાલ પર ઉતરવા લાગ્યા છે. જેના કારણે બહારના રાજયના બુકીંગ લેવાના પણ બંધ કરવામાં આવી રહ્યા છે.
આગામી 5 જાન્યુઆરી માલીયાણ ખાતે ટ્રક ડ્રાયવરોની બેઠક બોલાવવામાં આવી જેમાં આગામી રણનીતી ઘડવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ટ્રક ડ્રાયવોની હડતાલના કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. 31 ડિસેમ્બરે સામખીયાળી પાસે ટ્રક ડ્રાયવરો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શીત કરતા પોલીસે ડ્રાયવરોનું આંદોલન તોડી પાડવા હળવો લાઠીચાર્જ કર્યો હતો જેના પ્રત્યાઘાત રૂપે પોલીસ પાર્ટી પર વળતો પથ્થમારો પણ થયો હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement