For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાલનપુર-અમદાવાદ હાઇવે પર ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ટ્રિપલ અકસ્માત, 3 લોકોના મોત

10:48 AM Jun 12, 2024 IST | Bhumika
પાલનપુર અમદાવાદ હાઇવે પર ટ્રેલર  ટ્રક અને ગાડી વચ્ચે ટ્રિપલ અકસ્માત  3 લોકોના મોત
Advertisement

પાલનપુર-અમદાવાદ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 3 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત થયાં હતા. જ્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ અકસ્માતની જાણ ઈમરજન્સી 108 ને કરતા ઈમરજન્સી 108 ઘટનાં સ્થળે પહોંચી 3 ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસ દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે મોકલ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement