For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરમાં ત્રિપુટીનો તરખાટ, એક જ ઢબે બે સ્થળે લૂંટ

05:38 PM Jun 18, 2024 IST | admin
શહેરમાં ત્રિપુટીનો તરખાટ  એક જ ઢબે બે સ્થળે લૂંટ
Advertisement

હોમી દસ્તુર માર્ગ ઉપર યુવાનને છરી બતાવી રોકડ-ધરેણાં લૂંટી લીધા: મોકાજી સર્કલે રિક્ષાચાલકને છરી બતાવી મોબાઈલ-રોકડની લૂંટથી સનસનાટી

રાજકોટમાં ગુનેગારોને જાણે મોકળુ મેદાન મળ્યું હોય તેમ રાજકોટમાં એક જ ઢબે લુંટની બે ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. રાજકોટનાં હોમી દસ્તુર માર્ગ કે જ્યાં પોલીસ કર્મારીઓની અવરજવર અને ઉઠક બેઠક છે ત્યાં ધોળા દિવસે યુવાનને છરી બતાવી રોકડ અને દાગીનાની 3 શખ્સો લુંટ લાવી ફરાર થઈ ગયા હતાં. તો બીજી તરફ મોકાજી સર્કલ પાસે એક રિક્ષા ચાલકને આંતરીને ત્રિપુટી મોબાઈલ અને રોકડની લુંટ ચલાવ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. એક જ દિવસમાં બનેલી લુંટની બે ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એક તરફ રાજકોટમાં અગ્નિકાંડનો મુદ્દો હોટ ટોપીક છે અને પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે ત્યારે લુંટની ઘટનામાં મહત્વની બ્રાાંચોનેં દોડતી કરી દીધી છે. આ બન્ને ઘટનામાં એક જ ટોળકી સામેલ હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.

Advertisement

રાજકોટમાં બનેલી લુંટની બે ઘટનાઓમાં પ્રથમ ઘટના યાજ્ઞીક રોડ નજીક હોમી દસ્તુર માર્ગ ઉપર બની હતી. જ્યાં પોલીસ વિભાગનાં કર્મચારીઓની ઉઠક બેઠક છે ત્યાં નજીકમાં ધોળા દિવસે લુંટનો બનાવ બન્યો હતો. વાગુદડ પાસે વાડીમાં રહેતા આદિવાસી યુવાન મનસુખ કાળુભાઈ ઘોડ મોટર સાઈકલ લઈને જતો હતો ત્યારે હોમી દસ્તુર માર્ગ પાસે પહોંચતાં ત્રિપલ સવારી એક બાઈકમાં આવેલા શખ્સોએ તેને રસ્તામાં આંતર્યો હતો અને પેટ ઉપર છરી રાખી મનસુખ પાસેથી 12000ની કિંમતની સોનાની કડી અને 1500 રૂપિયા રોકડ મળી 13,500ની લુંટ ચલાવી હતી. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીઆઈ આર.જી.બારોટ સાથેની ટીમે લુંટારૂ ત્રિપુટીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

લુંટની બીજી ઘટના મોકાજી સર્કલ પાસે બની હતી. જેમાં મવડી પ્લોટ ઉદયનગરમાં રહેતા અને રિક્ષા ચલાવતાં કેતન રાઘવજીભાઈ ગોહેલ (ઉ.40) પોતાની રીક્ષા લઈને સવારે ચાર વાગ્યે મોકાજી સર્કલ પાસે જતો હતો ત્યારે એક બાઈક ઉપર ત્રિપલ સવારી આવેલા શખ્સોએ તેને રસ્તામાં રોકયો હતો. કેતનને રસ્તામાં રોકી છરી બતાવી તેની પાસેથી રૂા.20 હજારની કિંમતનો મોબાઈલ અને 2500ની રોકડની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. આ બનાવ અંગે કેતને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ હરિપરા સહિતના સ્ટાફે વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં ટૂંકા ગાળામાં એક જ દિવસમાં બનેલી લુંટની આ બન્ને ઘટનાઓમાં એક જ મોડસ ઓપેન્ડીથી લુંટ ચલાવવામાં આવી હોય તેમજ લુંટમાં બાઈક સવાર ત્રણ શખ્સો હોવાનું બન્ને ફરિયાદીએ પોલીસને જે રીતે વર્ણન આપ્યું છે તેના આધારે પ્રાથમિક તપાસમાં આ બન્ને લુંટમાં એક જ ટોળકીની સંડોવણી હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement