For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાઇવાનમાં પ્રચંડ ભૂકંપથી ઇમારતો ધરાશાયી, જાપાનમાં સુનામી એલર્ટ

11:18 AM Apr 03, 2024 IST | Bhumika
તાઇવાનમાં પ્રચંડ ભૂકંપથી ઇમારતો ધરાશાયી  જાપાનમાં સુનામી એલર્ટ
  • 25 વર્ષમાં પહેલીવાર 7.4ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપથી પત્તાના મહેલની જેમ મકાનો જમીનદોસ્ત, 7નાં મોત, 50થી વધુ ઘાયલ, એક લાખ મકાનમાં વીજળી ગુલ

ગઇકાલે જાપાનમાં 6.1નો ભુકંપ આવ્યા બાદ તાઈવાનમાં બુધવારે સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.4 આંકવામાં આવી છે. ભૂકંપના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. દક્ષિણ જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. 25 વર્ષ બાદ આવો પ્રચંડ ભુકંપ આવ્યાનું સતાવાળાઓએ જણાવ્યું હતું.

Advertisement

તાઇવાનના અગ્નિશમન વિભાગે આજે જણાવ્યું હતું કે ટાપુના પૂર્વ કિનારે 7.4-ની તીવ્રતાના ભૂકંપ બાદ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. તાઈવાનમાંથી ડરામણી તસવીરો સામે આવી રહી છે. ઈમારતો જોઈને જાણી શકાય છે કે ભૂકંપ કેટલો મજબૂત હશે. એક તસવીરમાં તમે જોઈ શકો છો કે બિલ્ડિંગ કેવી રીતે ઝૂકી રહી છે.

તાઈપેઈમાં ભૂકંપ પછી ઈમારતો ધ્રૂજતી રહી. દરમિયાન, જાપાનની હવામાન એજન્સીએ લોકોને લગભગ એક અઠવાડિયા સુધી આવા આફ્ટરશોક્સ માટે એલર્ટ રહેવાની ચેતવણી આપી છે.એક રિપોર્ટ અનુસાર, તાઈવાનના ઈલેક્ટ્રિસિટી ઓપરેટર તાઈપાવરનું કહેવું છે કે ભૂકંપના કારણે શહેરના ઘણા ભાગોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. દેશભરમાં 87,000 થી વધુ લોકો વીજળી વિના જીવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે.

Advertisement

તાઈવાનમાં ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. જાપાનનું કહેવું છે કે ઓકિનાવા પ્રાંતની આજુબાજુ તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. સુનામીની આ લહેર ત્રણ મીટર સુધી ઊંચી હોઈ શકે છે. ચેતવણીને ધ્યાનમાં રાખી અહીંનું એરપોર્ટ બંધ કરાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement