For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યના ચાર આઇએએસ અને એક ગુજરાત કેડરના અધિકારીની બદલી

05:12 PM Jun 11, 2024 IST | admin
રાજ્યના ચાર આઇએએસ અને એક ગુજરાત કેડરના અધિકારીની બદલી
Advertisement

રાજકોટમાં રીજિઓનલ મ્યુનિ. કમિશનર તરીકે મહેશ જાનીને મુકાયા

ચૂંટણી પૂર્ણ થતાં રાજ્યમાં વધુ એકવાર આઇએએસ અધિકારીઓની બદલીનો દોર શરૂૂ થયો છે. જેમાં પાંચ અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. તેમજ સુરતના જમીન કૌભાંડમાં તત્કાલીન કલેકટર અને હાલમાં વલસાડના કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે, જેમની જગ્યાએ એ.આર.ઝા(ૠઅજ)ને વલસાડ કલેકટરની જવાબદારી સોંપાઈ છે.
અમદાવાદ મનપાને નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. એ.કે.ઔરંગાબાદકરની અમદાવાદ ડેપ્યુટી કમિશનર તરીકે બદલી થઈ. રિધ્ધેશ રાવલની અમદાવાદ મનપા ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરાઈ છે. તો જયેશ ઉપાધ્યાયની અમદાવાદ ડેપ્યુટી મનપા કમિશનર તરીકે બદલી થઈ જ્યારે બી.સી.પરમારની સચિવ પંચાયત સેવા પસંદગી મંડળમાંથી બદલી કરાઈ છે. જ્યારે પરમારને અમદાવાદ મનપા ઓએસડી તરીકે બદલી કરાઈ તો મહેશ જાનીને રીજીઓનલ મ્યુનિસિપલ કમિશનર રાજકોટ તરીકે બદલી કરાઈ છે.
આગામી દિવસોમાં વધારાનો હવાલો ધરાવતા સનધિ અધિકારીઓને પણ રાહત થાય તે દિશામાં પ્રક્રિયા ચાલી રહી છે અને અન્ય અધિકારીઓને સ્વતંત્ર પોસ્ટ આપવામાં આવશે તેવું સચિવાલયના સુત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement