For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુર નજીક ટ્રકની અડફેટે પરપ્રાંતિય યુવાનનું કરુણ મૃત્યુ

10:56 AM May 16, 2024 IST | Bhumika
કલ્યાણપુર નજીક ટ્રકની અડફેટે પરપ્રાંતિય યુવાનનું કરુણ મૃત્યુ
Advertisement

   ખંભાળિયા - દ્વારકા હાઈવે પર કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર જુવાનપુર ગામના પાટીયા પાસે જી.જે. 10 ટી.વાય. 6377 નંબરના એક ટ્રકના ચાલક એવા યુપીના મૂળ રહીશ અને હાલ જામનગર ખાતે રહેતા રાજકુમાર અમરનાથ ગોળ નામના યુવાને પોતાનો ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અને આ માર્ગ પર ડિવાઈડરની એક સાઇડમાં ઉભા રહેલા જી.આર. કંપનીના પાણીના ટાંકા નંબર જી.જે. 25 યુ. 4552 ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા રાજકુમાર ગોળનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું.    આ બનાવ અંગે જામનગર તાલુકાના નાઘેડી ગામના રહીશ સામતભાઈ કરસનભાઈ કારાવદરા (ઉ.વ. 59) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૃતક ટ્રક ચાલક રાજકુમાર અમરનાથ ગોળ સામે આઈપીસી કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયા પંથકની અપરિણીત યુવતીએ અકળ કારણોસર દવા પીને આપઘાત કર્યો

  ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા એક શ્રમિક પરિવારની 20 વર્ષની અપરિણીત યુવતી મનીષાબેન હેમતભાઈ કરુએ ગત તારીખ 1 ના રોજ કોઈ અકળ કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેને ખંભાળિયાની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.    આ બનાવ અંગેની જાણ મૃતકના માતા રાધુબેન હેમતભાઈ કાનાભાઈ કારુ (ઉ.વ. 50) એ સલાયા મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement