For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કરુણાંતિકા: પિતાના બાઈક ઉપર ચક્કર મારવા નિકળેલા દોઢ માસના માસૂમને કાળ ખેંચી ગયો

11:47 AM May 22, 2024 IST | Bhumika
કરુણાંતિકા  પિતાના બાઈક ઉપર ચક્કર મારવા નિકળેલા દોઢ માસના માસૂમને કાળ ખેંચી ગયો
Advertisement

મોરબીના વાવડીની ઘટના : અજાણ્યા બોલેરો ચાલકે બાઈકને ઉલાળતા જીવલેણ અકસ્માત

મોરબીના વાવડી ગામે રહેતો યુવાન પોતાના દોઢ વર્ષના માસુમ બાળકને બાઈકમાં બેસાડી રાત્રીના ચક્કર મારવા નિકળ્યો હતો ત્યારે અજાણ્યા બોલેરોના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા પિતા-પુત્ર ફંગોળાયા હતાં. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના વાવડી ગામે રહેતા મિલનભાઈ સોરઠિયા પોતાના દોઢ વર્ષના પુત્ર વિહાન મિલનભાઈ સોરઠિયાને બાઈકમાં બેસાડી ગામમાં ચક્કર મારવા જઈ રહ્યા હતાં ત્યાંરે રાત્રીના સાડાનવેક વાગ્યાના અરસામાં બોલેરોના ચાલકે બાઈકને ટોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દોઢ વર્ષના માસુમને તાત્કાલીક સારવાર માટે મોરબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં માસુમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટુંકી સારવાર દરમિયાન માસુમ બાળકે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતા મોરબી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક વિહાન સોરઠિયા તેના માતા પિતાને આધાર સ્તંભ એકનો એક લાડકવાયો પુત્ર હતો. રાત્રીના સમયે પિતા મિલનભાઈ સોરઠિયા પુત્ર વિહાન સોરઠિયાને બાઈકમાં આગળ બેસાડી ગામમાં ચક્કર મારવા લઈ ગયા હતા ત્યારે કાળ બનીને ધસી આવેલા બોલેરોના ચાલકે બાઈકને ઠોકરે ચઢાવતા દોઢ વર્ષના માસુમનું કાળ ખેચીં ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોરબી પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી ચે.

Advertisement
Tags :
Advertisement
Advertisement