સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

દ્વારકાના અરબી સમુદ્રમાં જીવના જોખમે સહેલાણીઓનું સ્નાન !

11:47 AM Jun 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હરકતમાં આવેલા તંત્રએ અંતે પ્રવાસીઓનો પાણીમાંથી બહાર કાઢયા

ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂૂ થઈ ગઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પહેલા રાઉન્ડનો વરસાદ વરસી રહ્યો હોય જેને કારણે સમુદ્રના પાણીમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અસહય ઉકળાટભર્યા વાતાવરણમાં બહારગામથી આવેલ સહેલાણીઓ વર્તમાન જોખમી બનેલા અરબી સમુદ્રના પાણી અંગે વાકેફ ન હોય ગરમીથી બચવા દ્વારકાના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે મોજાઓ વચ્ચે પણ નહાતા જોવા મળ્યા હતા.જે અંગેના અહેવાલો મિડિયામાં પ્રસિદ્ધ થતા આખરે તંત્ર જાગ્યું હોય તેમ પોલીસ દ્વારા સહેલાણીઓને દરિયાકાંઠા પરના પાણીમાંથી બહાર કાઢી પાણીમાં ન જવા સખ્ત સુચના આપવામાં આવી હતી.નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર જોખમ હોવાનું બોર્ડ લગાવી સંતોષ મનાયો હોય તેમ પાલિકા તંત્ર દ્વારા યાત્રિકોને માહિતીગાર કરવા અંગે કોઈ પહેલ કરવામાં આવી ન હતી.

ધનરાજ નથવાણીએ ટ્વિટ કરી ચિંતા વ્યક્ત કરી
દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અને રિલાયન્સ ગ્રુપના ધનરાજભાઈ નથવાણી એ પણ અરબી સમુદ્રના જોખમી પાણીમાં નહાતા સહેલાણીઓ અંગે ચિંતા વ્યક્ત કરી સહેલાણીઓને સાવચેત રહેવા સલાહ આપી હતી. અને આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરને પણ ટ્વીટ વડે માહિતીગાર કર્યા હતા. બાદમાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને દરિયાકાંઠા પર પાણીમાં નહાતા સહેલાણીઓને સલામત અન્યત્ર ખસેડયા હતા.

Tags :
Arabian SeaDwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement