For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં પ્રવાસી યુવતી પર હોમગાર્ડનું દુષ્કર્મ

04:46 PM May 15, 2024 IST | Bhumika
અમદાવાદમાં પ્રવાસી યુવતી પર હોમગાર્ડનું દુષ્કર્મ
Advertisement

ગુજરાતમાં માનવતાને સર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. રાજસ્થાનથી અમદાવાદ ફરવા આવેલી એક યુવતીએ રાતના સમયે હોમગાર્ડ જવાન પાસે મદદ માગી, પરંતુ આ યુવતીને મદદના બદલે બદનામી મળી.
આ આરોપીનું નામ અક્ષય રાઠોડ છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો રાજસ્થાનના ઉદયપુરમાં રહેતી 24 વર્ષીય યુવતી 11મી મેના રોજ અમદાવાદમાં ફરવા આવી હતી અને બીજા દિવસે રાજસ્થાન પરત જવા માટે ગીતામંદિર એસ ટી સ્ટેન્ડ પહોંચી હતી, જ્યાં જમવા જતા ઉદેપુર ખાતે જતી બસ નીકળી ગઈ હતી.

આસપાસના લોકોએ તેને ચિલોડાથી ઉદેપુરની બસ મળી જશે તેવું કહેતા તે રિક્ષામાં બેસીને ચિલોડા બાજુ પહોંચી હતી. જ્યાં હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડનો પોઇન્ટ હતો અને હોમગાર્ડ જવાન વર્ધીમાં હોય રાતનો સમય હોય યુવતીએ તેના પર વિશ્વાસ કરી મદદ માગી હતી. જો કે હોમગાર્ડે આ યુવતીને વિશ્વાસમાં કેળવી તેના પર બળાત્કાર ગુજાર્યો. યુવતીએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હોમગાર્ડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

યુવતીએ અક્ષય રાઠોડને ઉદયપુરની બસ માટેની જગ્યા પૂછતા હોમગાર્ડ જવાને નાના ચિલોડાથી બસ મળશે તેવું જણાવતા યુવતીએ તેને ત્યાં મૂકી જવાનું કહ્યું હતું. હોમગાર્ડ જવાન તેને પોતાના વાહન પર નાના ચિલોડા રીંગરોડ ખાતે મુકવા ગયો હતો. જો કે ત્યાં પણ ઉદયપુર જવાની બસ ન મળતા યુવતીએ અક્ષય રાઠોડને નજીકની કોઈ હોટલનું એડ્રેસ પૂછ્યું હતું. જેથી હોમગાર્ડ યુવતીને નરોડા રીંગ રોડ પાસેની એક હોટલમાં લઈ ગયો હતો.
મોડી રાત થઈ ગઈ હોવાથી પોતે પણ હોટલના રૂૂમમાં રોકાઈ જશે અને અડધું ભાડું આપશે, તેવું યુવતીને જણાવતા યુવતી પાસે પૈસા ઓછા હોવાથી તેણે હા પાડી હતી અને બંને જણા એક જ રૂૂમમાં રોકાયા હતા. જો કે હોટલમાં હોમગાર્ડ જવાને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને સવારે હોટલમાંથી નાસી ગયો હતો.

આ ઘટનાને લઈને યુવતી આઘાતમાં સરી પડી હતી, જો કે બપોરે તે ભાનમાં આવતા પરિવારનો સંપર્ક કર્યો હતો. અંતે આ બાબતને લઈને નરોડા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ઘટનાની ગંભીરતા લઈને નરોડા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ તરત જ હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડની ધરપકડ કરી છે.

હોમગાર્ડ જવાન નરોડા વિસ્તારનો રહેવાસી છે અને તે નોબલનગર વિસ્તારમાં રાત્રીના સમયે હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને દિવસે ઝછઇ જવાન તરીકે કામ કરે છે. આરોપી પોતે પરિણીત છે અને તેને દોઢ વર્ષનું બાળક છે. આ ઘટનાને લઈને નરોડા પોલીસે હાલ તો આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement