For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના તળાજા નજીક ટોરસ શેત્રુંજી પુલવટી નાળામાં ખાબક્યું : ડ્રાઇવરનું મોત

11:48 AM Apr 08, 2024 IST | Bhumika
ભાવનગરના તળાજા નજીક ટોરસ શેત્રુંજી પુલવટી નાળામાં ખાબક્યું   ડ્રાઇવરનું મોત
  • નેશનલ હાઇ વેનો એક ભાગ થોડી વાર રહ્યો બંધ: પંદરેક ફૂટ ઊંડા નાળામાં ટ્રક ખાબક્તાં ડ્રાઇવર કેબિનનો બુક્ડો બોલી ગયો

Advertisement

ભાવનગરના તળાજા નજીક શેત્રુંજી નદીના પુલથી આગળનો નેશનલ હાઇવે રોડ પર આજે વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો.ચાલકને પોતાનિજ બે દરકારીએ યમલોક પહોંચાડ્યો હતો.પરોઢિયે અકસ્માતને લઈ નેશનલ હાઇવેનો એક ભાગ થોડી વાર બંધ રહ્યો હતો.

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેનો ખાસ કરીને તળાજા નજીકનો વિસ્તાર અકસ્માત ઝોન છે.આજે વહેલી સવારે 4.30ના અરસામા રાજુલા તરફથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. સોડાએસનો સફેદ પાઉડર ભરી ને 16 વહીલનો ટ્રક નં.જીજે 32-વી 00 46,ભગીરથ રોડવેઝ ટ્રકના ચાલક જીવાભાઈ ગોગનભાઈ કરમટા રે.કેશોદ શેત્રુંજી નદીનો પુલ વટી આગળ જઈ રહ્યા હતા તે સમયે કોઇપણ કરણસર ચાલક એ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની ડ્રાઇવર સાઈડની પાળી તોડીને ટ્રક સિધોજ નાળામા ખાબક્યો હતો. જેને લઈ મોટો ધડાકો થયો હતો.એ સમયે અલંગ 108ના પસાર થતા પાયલોટ ઉગાભાઈએ તંત્ર ને જાણ કરી હતી. ટ્રકમા ભરેલ સફેદ પાઉડરની થેલીઓ રોડ પર વિખેરાય જતા એક તરફ નો માર્ગ બંધ થઈ ગયો હતો. તળાજા પોલીસને જાણ થતાં બનાવ ની ગંભીરતા ને ધ્યાને લઇ ટાઉન જમાદાર પોતાની ગાડી લઈ તાત્કાલિક દોડી જઇ ને વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો. ત્રણેક કલાક ની જહેમત બાદ ટ્રકમા ચકદાઈ ને મોત ને ભેટેલ ચાલકને પોસ્ટમોર્ટમ માટે અહીંની રેફરલ હોસ્પિટલખાતે લાવવામાં આવેલ. જે પ્રકારે અકસ્માત સર્જાયો તેવા અકસ્માત ભાગ્યેજ જોવા મળે છે. જેમા આગળ નાવહીલ ચેચીસ થી અલગ અલગ થઈ ગયા હતા.પંદરેક ફૂટ ઉંડા નાળામાં ટ્રક ખબકના કારણે ડ્રાઇવર કેબિનનો બુકડો બોલી ગયો હતો.

Advertisement

લોકોની મદદ લઇ રોડ ખુલ્લો કરાવ્યો : પોલીસ
અકસ્માત ને લઈ નેશનલ હાઇવે પરનો એક માર્ગ બ્લોક થઇગયાની જાણ ટાઉન જમાદાર ધર્મેન્દ્રસિંહ વાળા ને થતા તેઓ સરકારી ગાડી ની રાહ જોયા વગર એકલાજ પોતાની ગાડી લઈ દોડી ગયા હતા.તેઓએ જણાવ્યું હતુ કે રાહદારીઓ ને અપીલ કરી કે સૌ એકબે ગુણ સાઈડ મા લેવા માટે મદદ કરો તો રસ્તો ખુલ્લો થઇ જાય.રાહદારીઓ ની મદદ થી રસ્તો ખુલ્લો થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement