For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર-ગુજરાતને ધમરોળતો વંટોળિયો, ત્રણનાં મોત

12:49 PM May 14, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્ર ગુજરાતને ધમરોળતો વંટોળિયો  ત્રણનાં મોત
Advertisement

અનેક સ્થળે વાઝડી સાથે કરા પડયા, 60 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો, વીજળી પડવાથી બે લોકોનો ભોગ લેવાયો
ભારે પવનના કારણે છાપરા, માંડવા, હોર્ડિંગ, લગ્નના સમિયાણા ઉડયા, હજુ ત્રણ દિવસ માવઠાની આગાહીથી તંત્ર એલર્ટ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલે બપોરથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે અનેક સ્થળે તોફાની પવન સાથે વંટોળીયો ફૂંકાયો હતો તો અનેક સ્થળે કરા પડયા હતા. જ્યારે રાજ્યના 60 તાલુકાઓમાં 1 મી.મી.થી માંડી 38 મી.મી. સુધી વરસાદ નોંધાયો હતો જ્યારે વિજળી પડવાથી બે લોકોના મોત નિપજ્યા હતા.આ કમોસમી વરસાદ અને વાઝડીના કારણે અનેક સ્થળે છાપરા, પતરા, હોર્ડિંગ ઉડયા હતા તો અમુક સ્થળે કથા મંડપ અને લગ્ન પ્રસંગના સમિયાણા પણ ઉડયા હતા.

Advertisement

ગઇકાલે મોડી સાંજ સુધી વંટોળીયાએ સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળ્યા હતા અને સૌથી વધુ વરસાદ ગરૂડેશ્ર્વરમાં દોઢ ઇંચ, અમરેલી-તિલકવાડા, બેચરાજી તથા રાધનપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે હજુ આગામી ત્રણ દિવસ પ્રિ મોનસુન એક્ટિવિટીના કારણે વરસાદ અને વાઝડી ચાલુ રહેવાની આગાહી કરી છે.

ભરઉનાળે ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદના આ દ્રશ્યો છે.. સોમવારે બપોર બાદ ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો.. ક્યાંક ક્યાંક વરસાદની સાથે કરા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી..

અમરેલી જિલ્લાના વરસડા ગામમાં મિનિ વાવાઝોડું કેટલું ભયાનક છે તેના આ દ્રશ્યો સાક્ષી છે.. વરસડા ગામમાં મિનિ વાવઝોડું આવતા ધાર્મિક કાર્યક્રમમાં મંડપ ઊડી ગયો હતો. એટલું જ નહીં લાઠી તાલુકામાં પણ ભારે વરસાદ પડતાં ભર ઉનાળે ગામમાં પાણીની નદીઓ વહેવા લાગી હતી.

અમદાવાદના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો.. ભર ઉનાળે ચોમાસું હોય તેવું વાતાવરણ સર્જાયું.. અડાલજ, મહેસાણા હાઈવે પર જોરદાર પવન ફૂંકાયો હતો.. તો અન્ય વિસ્તારોમાં ઘનઘોર વાદળો છવાયા હતા.. તો કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી.. ભારે પવનને કારણે શહેરમાં વિવિધ જગ્યાએ આવેલા હોર્ડિગ્સ પણ ફાટી ગયા હતાં.. અનેક જગ્યાએ પતરા પણ નીચે પડ્યા હતા.. આ બાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો.. શહેરના વસ્ત્રાપુર, નારણપુરા, ઘાટલોડિયા, વાડજ, શાહીબાગ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો..

અમદાવાદની સાથે પાટનગર ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો.. ભારે પવનના કારણે ગાંધીનગરમાં ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની હતી.. ભારે પવન અને ધૂળની ડમરીઓ ઊડ્યા બાદ ગાંધીનગર શહેરમાં વરસાદ શરૂ થયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા તેમજ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કરાં સાથે વરસાદ પડ્યો હતો તેમજ ભારે પવન ફૂંકાયો હતો, જેને લઈને ગિરનારા તેમજ હુડા ગામમાં લોકોનાં ઘરોનાં પતરાં ઊડ્યાં હતાં તેમજ આશ્રમ શાળામાં પણ ભારે નુકસાન સર્જાયું હતું.. બપોરે આવેલા પવન સાથે વરસાદે કપરાડા તાલુકાના કેટલાં ગામોમાં ભારે નુકસાન સર્જ્યું છે..

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક ઉનાળો પાકોને નુકસાન પહોંચ્યું છે.. કેરી સહિતના પાકો પકવતા ખેડૂતો માટે આ અણધારી આફત સમાન છે.. કેમ કે, કમોસમી વરસાદના કારણે પાકોમાં જીવાત અને બગડવાના કારણે મોટું નુકસાનની ભીતિ સેવાય રહી છે.. સૌથી વધારે કેરીને નુકસાન થશે.. હવામાનને કારણે કેરીના ઝાડ પરથી કાચી કેરી ઉતરવાની તેમની નોબત આવી છે.. આ વખતે અંદાજિત 50 ટકા જેટલા કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહીના કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.

માવઠાની આગાહીના પગલે સરકાર સાબદી, આગોતરા પગલાં ભરવા સૂચના
કાર્યકારી મુખ્યસચિવે ક્લેક્ટરો પાસેથી મેળવી માહિતી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગઇકાલે વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા, કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા હતાં. જેના પગલે શ્રીમતિ સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિ વગેરેની મહિતી મેળવી હતી. તેમણે જિલ્લા તંત્રવાહકોને એલર્ટમોડ પર રહેવા અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યુ હતું.

રાહત કમિશનર આલોક પાંડેએ આ સમિક્ષા બેઠકની વિગત આપતા કહ્યું કે, રાજ્યમાં કુલ 41 તાલુકાઓમાં બે(2) મિલિમીટરથી લઇને 38 મિલિમીટર જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા છે. પવનને કારણે 249 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી, તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાની ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા પણ કાર્યકારી મુખ્ય સચિવને સુચના આપી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement