For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવતીકાલનો પાંચ વોર્ડનો પાણીકાપ ઉઠાવી લેવાયો

05:04 PM Jan 01, 2024 IST | Sejal barot
આવતીકાલનો પાંચ વોર્ડનો પાણીકાપ ઉઠાવી લેવાયો

મહાનગરપાલિકા દ્વારા મેન્ટેનન્સ કામ સંદર્ભે સતત ત્રણ દિવસ અલગ અલગ વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેવાની જાહેરાત કરી હતી. જે પૈકી આજરોજ એક સાથે ચાર વોર્ડમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. અને આવતી કાલે પણ પાંચ વોર્ડમાં પાણીકાપ ઝીંકાયો હતો પરંતુ પુરતા પ્રમાણમાં પાણી સંગ્રહ થઈ જતા આવતી કાલનો પાણીકાપ ઉઠાવી લેવાયો છે. જ્યારે બુધવારના રોજ ઝીંકવામાં આવેલ પાણીકાપ યથાવત રહેશે તેમ મનપાના વોટરવર્કસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. દ્વારા આગામી તા.01/01/2024 થી તા.03/01/2024 દરમ્યાન એન.સી-32,33 અને 34નાં પમ્પીંગ સ્ટેશન ખાતે સંપ સફાઈની કામગીરી તથા પાઈપલાઈન રીપેરીંગની કામગીરી સબબ શટડાઉન દરમ્યાન શક્ય તેટલું વધુ પાણી રાજકોટ શહેરને મળે તે માટેની રા.મ.ન.પા.ની રજૂઆત ધ્યાને લઇ નર્મદાના પાણીનો આંશિક ફલો ચાલુ રહેતા, તા.02/01/2024 ના રોજ વોર્ડ નં. 7,12,14,17, અને 18ના વિસ્તારોમાં રાબેતામુજબ પાણીવિતરણ ચાલુ રહેશે જ્યારે બુધવારના રોજ વોર્ડ નં. 2, 3, 4, 8, 11 અને 13 પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement