For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે લોકશાહીનું મહાપર્વ, ત્રીજા તબક્કાની 93 બેઠકો ઉપર મતદાન

11:11 AM May 06, 2024 IST | Bhumika
કાલે લોકશાહીનું મહાપર્વ  ત્રીજા તબક્કાની 93 બેઠકો ઉપર મતદાન
Advertisement

1352 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી, વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને અપાતો આખરી ઓપ, સજ્જડ સુરક્ષા વ્યવસ્થા

ગુજરાતમાં લોકસભાની 25 સાથે ધારાસભાની પાંચ બેઠકો ઉપર પેટા ચૂંટણી, તા.4 જૂને આવશે જનાદેશનો ચુકાદો

Advertisement

ગુજરાતમાં કુલ 50787 મતદાન મથકમાંથી 13600 સંવેદનશીલ, તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 10 રાજયો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો ઉપર આવતીકાલ તા.7મેના રોજ મંગળવારે મતદાન યોજાનાર છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા લોકશાહીના આ પર્વની ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સાંજથી તમામ મતદાન મથકો પોલીંગ સ્ટાફ અને સુરક્ષા જવાનોને હવાલે કરી દેવામાં આવેલ છે. મતદાન દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના બને નહીં કે ગરબડ થાય નહીં તે માટે સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવતીકાલે મતદાન બાદ તા.4 જુનના રોજ મતગણતરી થનાર છે.

આવતીકાલે મતદાન દરમિયાન 93 બેઠક ઉપર લડતા કુલ 1352 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થનાર છે. મતદાનનો સમય ગરમીના કારણે વધાી સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચુંટણી પણ સાથે જ યોજાનાર છે.

અન્ય રાજયોની સાથે ગુજરાતમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટેના પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે પ્રચારના અંતિમ દિવસે લોકો સુધી પહોંચવા માટે નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. સાંજે પાંચ વાગતાની સાથે જ પ્રચાર પડઘામ શાંત થઈ ગયાં છે, તેની સાથે જ હવે નેતાઓ ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે.
બરાબર 50 દિવસના ચૂંટણી પ્રચાર પછી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યો છે.

ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો પર મંગળવારે સાતમી તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. તો મતદાન આડે હવે માત્ર એક દિવસ બાકી છે મંગળવારે લોકસભાની 25 ઉપરાંત વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે.

તો વર્ષ 2024ના મહાસંગ્રામ માટે હવે મતદાનની ઘડીઓ નજીક આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી સામે ગુજરાતમાં આ વખતે લડવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને ઉમેદવાર ઊભા રાખ્યા છે. તો આ વખતનો મુકાબલો રોમાંચક બની ચૂક્યો છે.

સુરતમાં એક સીટ પર ભાજપ પહેલેથી બિનહરીફ વિજેતા બની ચૂકી છે. અને હવે બાકીની 25 બેઠકો પર 7મી મે મંગળવારે મતદાન થશે. રાજ્યમાં આ વખતે લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે. જેમાં 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે. ખાલી અમદાવાદમાં 60 લાખથી વધુ મતદારો છે. અમદાવાદમાં કુલ 60,39,143 મતદારો છે. જેમાં મહિલા મતદાર 29,05,622 છે. કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલરૂૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં 266 ઉમેદવાર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં કુલ 49768677 મતદારો મતદારોને મતાધિકાર મળેલો છે, જેઓ 50788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. બેઠકના વિસ્તારની વાત કરીએ તો સૌથી મોટો કચ્છ (21354 ચો.કિ.મી.) જ્યારે સૌથી નાનો અમદાવાદ વેસ્ટ (107 ચો.કિ.મી.) છે. રાજ્યમાં ભરૂૂચમાં સૌથી ઓછાં 17,23,353 જ્યારે નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો નોંધાયેલા છે.

કયા ક્યા રાજ્યોની કેટલીે બેઠકો પર મતદાન

આસામ- 4
બિહાર -5
છતીસગઢ- 7
દાદરા ન.હ. -1
દમણ-દીવ- 1
ગોવા- 2
ગુજરાત -25
કર્ણાટક- 14
મધ્યપ્રદેશ -8
મહારાષ્ટ્ર- 11
ઉતરપ્રદેશ- 10
પશ્ચિમ બંગાળ -4
જમ્મુ કાશ્મિર -1
કુલ 93

હીટવેવ સંદર્ભે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા
લોકસભા ચૂંટણી સમયે વધુ ગરમીને અનુલક્ષીને તેમજ Heat Waveની સ્થિતીને પહોંચી વળવા જરૂૂરી આવશ્યક પગલાં લેવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓની સુવિધા, પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.

વધુમાં, તમામ મતદાન કેન્દ્રો ખાતે મેડિકલ કિટ/ફર્સ્ટ એઈડ કિટ ઉપલબ્ધ હશે. જેમાં મતદારને અસામાન્ય સંજોગોમાં તાત્કાલિક સારવાર માટે જરૂૂરી દવાઓ અને ORSની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ઉપરાંત Sun Strokeથી અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સેકટર ઓફિસર સાથે મેડીકલ ટીમ રહેશે, જેની પાસે પ્રાથમિક સારવાર માટે જરૂૂરી મેડિકલ કીટ્સ ઉપલબ્ધ રહેશે. સાથે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી મેડિકલ કોલેજ સહિતના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો અને ઍમ્બ્યુલન્સ સેવાઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.

અમીત શાહ સહિતના દિગ્ગજોનું ભાવિ થશે કેદ
અમિત શાહ ગાંધીનગર (ગુજરાત)
પરસોત્તમ રૂપાલા રાજકોટ (ગુજરાત)
મનસુખ માંડવીયા પોરબંદર (ગુજરાત)
જયોતિરાદિત્ય સિંધીયા ગુના (મ.પ્રદેશ)
શિવરાજસિંહ ચૌહાણ વિદિશા (મ.પ્રદેશ)
દિગ્વિજયસિંહ રાજગઢ (મધ્ય પ્રદેશ)
ડિમ્પલ યાદવ મૈનપુરી (ઉત્તર પ્રદેશ)
અક્ષય યાદવ ફિરોઝાબાદ (ઉત્તર પ્રદેશ)
આદિત્ય યાદવ બુદૌન (ઉત્તર પ્રદેશ)
અધિરરંજન ચૌધરી બહરામપુર (પ.બંગાળ)
બદરૂદ્દીન અજમલ ધુબ્રી (આસામ)

મતદારોએ ધ્યાનમાં રાખવાની બાબતો

  1. જો મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોય તો EPIC કાર્ડ અથવા e-EPIC ની પ્રિન્ટ દ્વારા મતદાન કરી શકાશે. જો તે પણ પ્રાપ્ય ન હોય તો અન્ય વૈકલ્પિક 12 પૈકીના કોઈ પણ પુરાવાથી મતદાન કરી શકાશે.
  2. મતદાનનો સમય, સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.
  3. મતદાનના દિવસે, મતદાન માટે સવેતન રજા મળે છે. જો ન મળે તો 1950 પર ફરીયાદ કરી શકાય છે.
  4. મતદાન મથકે મોબાઈલ લઈ જઈ શકાશે નહીં,
  5. Voter Information Slip કે જે BLOદ્વારા આપવામાં આવે છે તે માત્ર જાણકારી માટે છે. તે મતદાન માટેનો માન્ય પુરાવો નથી.
  6. મતદાનના દિવસે હિટ વેવથી બચવા માટે કાળજી રાખવા સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement
Advertisement