For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે ગણેશ ચોથ: દુંદાળા દેવને પ્રસન્ન કરવા લાડુ ધરી કરો આરતી

04:40 PM May 10, 2024 IST | Bhumika
કાલે ગણેશ ચોથ  દુંદાળા દેવને પ્રસન્ન કરવા લાડુ ધરી કરો આરતી
Advertisement

આ દિવસે નવા ઘઉ માંથી બનાવેલા લાડવા ગણપતિ દાદા ને ધરાવી અને ત્યાર પછી જ નવા વર્ષ ના ઘઉં વાપરવા ની શરૂૂઆત થાય છે તથા ઘરના મુખ્ય દરવાજા ઉપર સિંદૂર થી શુભ લાભ તથા શ્રી 1હ લખવું ઘરમાં રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થશે.

વૈશાખ સુદ ચોથને શનિવાર તા 11.5.24ના દિવસે ગણેશ ચોથ છે. વૈશાખ મહિના માં આવતી શુકલ પક્ષની ચોથ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશ ચોથ તરીકે ઉજવાય છે એક માન્યતા પ્રમાણે આ દિવસે ગણપતિદાદા ના લગ્ન થયેલા દરેક શુભકાર્યોમાં ગણપતિ દાદાની પ્રથમ પૂજા કરવામાં આવે છે. ગણપતિ દાદા વિઘ્નોના હર્તા છે. ગણપતિદાદાનો પ્રિયવાર મંગળવાર છે. લાલ વસ્ત્ર લાલકુલ સોપારી ગણપતિદાદાને પ્રિય છે. લગ્ન જેવા શુભ પ્રસંગો મા દિવાલમાં કરવામાં આવતાં કંકુના ચાંદલા એટલે કે દેરડીની પૂજા કરીએ છીએ તે ગણપતિદાદાનો પરિવાર છે જેને માતૃકા કહેવામાં આવે છે. ગણપતિદાદા રિધ્ધિ સિધ્ધિ સાથે પૂજામાં સપરિવાર પધારે છે. શનીવારે ગણેશ ચોથના દિવસે સવારે નિત્ય કર્મ કરી ત્યારબાદ બાજોઠ કે પાટલા પર લાલવસ્ત્ર પાથરી તેના પર ઘઉંની ઢગલી કરી ગણપતિદાદાને બીરાજમાન કરવા તેની બન્ને બાજુ સોપારીમાં રિધ્ધિ સિધ્ધિ રાખવા દાદાને સિંદુર લગાડી અને ચાંદલો ચોખા કરવા લાલ ફુલ અર્પણ કરવું. વસ્ત્ર જનોઈ અર્પણ કરવા અબીલ ગુલાલ દુર્વા અર્પણ કરવા ધ્રુપ દીપ અર્પણ કરવા નૈવેદ્યમાં ગોળથી બનાવેલા મોદક એટલે કે લાડવા ધરાવા આરતી કરી ત્યાર બાદ પ્રાર્થના કરવી અમારા જીવનમાં કોઈ વિઘ્નો નો આવે ક્ષમા યાચના માગવી. ત્યારબાદ પ્રસાદ ખાવો આમ ગણપતિ દાદાની પૂજા કરવાથી અને વૈશાખ સુદ ચોથ ગણેશ ચોથના દિવસે વ્રત રહેવાથી ઘરમાં રિધ્ધિ સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. જે લોકોને જીવનમાં વારંવાર વિઘ્નો આવતાં હોય તથા જે લોકોને પોતાનું મકાન નો હોય તેવા લોકોએ ગણપતિદાદાની પૂજા કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને પોતાના રહેવાના મકાનની પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)

Advertisement

ગણપતિદાદાની ચોખા ચડાવી અંગ પૂજા કરી શકાય
ઓમ કપર્દિગણનાથાય નમ: પગની પૂજા કરવી.
ઓમ ગણેશાય નમ: ગોઠણની પુજા કરવી.
ઓમ ગણનાથાય નમ: સાથળની પુજા કરવી.
ઓમ રણકીડાય નમ: કટિની પૂજા કરવી.
ઓમ વક્રતુંડાય નમ: હૃદયની પૂજા કરવી.
ઓમ લંબોદરાય નમ: કંઠની પૂજા કરવી.
ઓમ હેરંબાય નમ: હાથની પૂજા કરવી.
ઓમ વિકટાય નમ: મુખની પૂજા કરવી.
ઓમ વિઘ્નરાજાય નમ: નેત્રની પૂજા કરવી.
ઓમ ધ્રુમવર્ણય નમ: મસ્તકની પૂજા કરવી.
ઓમ કપર્દિનેમ નમ: બોલી દાદાના આખા શરીર પર ચોખા ચડાવા

Advertisement
Tags :
Advertisement
Advertisement