For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘરમાં પાર્ક કરેલી કારનો 90 કિલોમીટર દૂર પીઠડિયા ટોલનાકે રૂા.45નો ટોલટેક્સ કપાયો!

06:28 PM May 20, 2024 IST | Bhumika
ઘરમાં પાર્ક કરેલી કારનો 90 કિલોમીટર દૂર પીઠડિયા ટોલનાકે રૂા 45નો ટોલટેક્સ કપાયો
Advertisement

વાંકાનેરના ખાખણા ગામના કારમાલિકને કડવો અનુભવ, હાઇવે ઓથોરિટી ઊંઘમાં

ટોલનાકા પર ફાસ્ટ ટેગ લગાવ્યા પછી ઘણી વખત ટોલનાકા પસાર કર્યા વગર ટોલ કપાઇ જવાની ઘટનાઓ સામે આવત હોય છે. આવી જ એક ઘટના ગઇકાલે નોંધાઇ હતી. જેમાં વાંકાનેરના ખાખણા ગામે ઘરમાં પડેલી એક કારનો ટોલટેકસ ઠેઠ જેતપુર નજીકના પીઠડીયા ટોલનાકા ખાતે કપાઇ ગયો હતો.

Advertisement

વાંકોનર તાલુકાના ખાખણા ગામે આઇ-10 ગાડીના માલિકને રાત્રે સાડા અગિયાર વાગ્યે મેસેજ આવ્યો કે તમારી ગાડીનો પીઠડીયા ખાતે ટોલ કપાયો છે. ગાડીનો ટોલ કપાયાનો મેસેજ આવતા ચેક કરતા ખબર પડી કે ગાડી તો ઘરે પડી છે. આમ છતાં 90 કીલોમીટર દુર ટોલનાકામાં ટોલ કપાયાનો મેસેજ આવ્યો છે. આ અંગે ગાડીના માલીક જગદીશ બાબુભાઇ ગૌગાણીએ ગુજરાત મિરરને જણાવ્યું હતું કે તેમણે રાત્રે જ ટોલ ફી નંબર પર સંપર્ક કર્યો હતો. પરંતુ ટોલ ફી નંબર વાળા લોકોએ સવારે અગિયાર વાગ્યે ફોન કરવાનું જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ઘરના પાર્કિંગમાં પડેલી મોટરકારોના ફાસ્ટ ટેગમાંથી ઓટોમેટિક ટોલટેકસના નાણા કપાઇ જવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. મોટાભાગની ફરિયાદો રાજકોટ-સોમનાથ ટોલનાકાઓ વચ્ચેની જ આવે છે. ત્યારે ટોલનાકાના જ સ્ટાફ દ્વારા વાહન પસાર કર્યા વગર ટોલટેકસ કાપી લેવાનું કારસ્તાન ચાલતુ હોવાની વ્યાપક ચર્ચા છે.

આવી સ્થિતિમાં નેશનલ હાઇ-વે ઓથોરિટીના અધિકારીઓ આ અંગે ઉંડાણપૂર્વક તપાસ કરે તો ઘણા ગંભીર કૌભાંડો ખુલવાની પણ શકયતા વ્યકત કરાઇ રહી છે. હાઇ-વે ઓથોરિટીના અધિકારીઓ આવી ફરીયાદો અંગે આંખ મિચામણા કરી શંકાનું વાતાવરણ સર્જવાના બદલે યોગ્ય તપાસ કરે તેવી માંગણી ઉઠવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement