For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજે અક્ષય તૃતીયાના દિવસે સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ

03:20 PM May 10, 2024 IST | Bhumika
આજે અક્ષય તૃતીયાના દિવસે સોનું થયું સસ્તું  જાણો લેટેસ્ટ રેટ

આજે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખારીદનારા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સોનાના ભાવમાં આજે ઘટાડો થયો છે. આજના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોનું 150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈ ગયું છે. મુંબઈમાં સોનાનો ભાવ 72,150 રૂપિયા છે.

Advertisement

અક્ષય તૃતીયાના દિવસે મોટાભાગના લોકો સોનું ખરીદે છે, ત્યારે આજે સોનું સસ્તું થયું છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 66,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહી છે. જયારે 24 કેરેટ સોનાની કિંમત 72,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.ચેન્નઈ, બેંગલુરુ, ભુવનેશ્વર, હૈદરાબાદ અને કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 66,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયારે પટનામાં 22 કેરેટ સોનાની કિંમત 66,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 72,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement