For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજે છે તુલસી વિવાહ: અપનાવો આ ઉપાયો, દૂર થશે લગ્નમાં આવતા તમામ વિધ્ન

10:36 AM Nov 23, 2023 IST | Bhumika
આજે છે તુલસી વિવાહ  અપનાવો આ ઉપાયો  દૂર થશે લગ્નમાં આવતા તમામ વિધ્ન

આજે તુલસી વિવાહ છે.તુલસી વિવાહ પછી શુભ કાર્યોની શરૂઆત થાય છે. તુલસી વિવાહ દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીએ આવે છે. આ દિવસે તુલસી માતાના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે. આ દિવસે તુલસીના છોડને વિષ્ણુ ભગવાનના પત્ની તુલસીના રૂપમાં સ્થાપિત કરીને તેમના વિવાહ સંપન્ન કરાવવામાં આવે છે. હિંદૂ ધર્મમાં આ પર્વ ધાર્મિક રીત રિવાજની સાથે ઉજવવામાં આવે છે. કારતક મહિનામાં ભગવાન વિષ્ણુના પ્રિય એવા તુલસીજીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી સાથે લગ્ન કરવાથી કન્યાદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. તુલસી વિવાહના દિવસે કેટલાક ઉપાય કરવાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા મતભેદનો અંત લાવી શકાય છે. તેથી, તમારા ઘરની સુખ-સંપત્તિ વધારવા અને લગ્નજીવનને મધુર બનાવવા માટે તુલસી વિવાહના દિવસે આ ખાસ ઉપાયો અવશ્ય કરો-

Advertisement

મંગલાષ્ટકનો પાઠ કરો
તુલસી વિવાહ વાળા દિવસે એટલે કે આજે મંગલાષ્ટકનો પાઠ જરૂર કરવો જોઈએ. આમ કરવાથી પ્રેમ અને દાંપત્ય જીવનમાં સ્થિરતા આવે છે. તેના ઉપરાંત જીવનમાં સદા ખુશી બની રહે છે. આ દિવસે તુલસી માતા અને ભગવાન વિષ્ણુની પૂજાથી સંબંધોમાં સામંજસ્ય, સમરસતા અને સૌહાર્દ વધે છે. જોકે આ પૂજા શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરવી જોઈએ.

સુહાગણને શ્રૃંગાર દાન કરો

Advertisement

માતા તુલસી અને શાલિગ્રામના વિવાહમાં સોળ શ્રૃંગાર અર્પિત કરવાનું વિધાન છે. તેમાં લાલ ચુંદડી, સિંદૂર, ચાંદલો, લાલ સાડી જેવી સુહાગની વસ્તુઓ શામેલ છે. તેના બાદ સંપૂર્ણ વિધિ-વિધાનથી તેમના વિવાહ કરાવવામાં આવે છે. આમ કરવાથી દાંપત્ય જીવનમાં રોમાંસ વધે છે. આવામાં વિવાહના બીજા દિવસે શણગારની સામગ્રીને કોઈ સુહાગણ સ્ત્રીને દાન કરવો જોઈએ.

ઘીનો દિવો કરવો

તુલસી વિવાહના દિવસે અમુક ઉપાય ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. તેમાં માતા તુલસીના સામે દીવો કરવો શુભ માનવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે ઘીનો દીવો કર્યા બાદ ઘરમાં ગંગાજળની સાથે તુલસી પત્રોનો છંટકાવ કરો. આમ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવશે.

તુલસી પર સોળ શણગાર ચડાવો

તુલસી વિવાહનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે. માન્યતા છે કે આ દિવસે માતા તુલસીની પૂજા સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. માટે તુલસી વિવાહના દિવસે સોળ શણગારનો સામાન દેવી તુલસીને સમર્પિત કરવો જોઈએ તેના બાદ અનુષ્ઠામાં શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે સમર્પણ કરવું જોઈએ. આમ કરવાથી લગ્નમાં આવી રહેલી મુશ્કેલી દૂર થાય છે.

ખીર ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા રહેશે

તુલસી વિવાહનો દિવસ શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે દિવસે તુલસીજીને ઘરે બનાવેલી સાત્વિક ખીર ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.. તુલસી વિવાહના દિવસે તુલસી સ્તોત્રનો પાઠ કરવાથી ધનની વૃદ્ધિ થાય છે.તુલસી વિવાહ પર તુલસીના છોડની 7 વાર પ્રદક્ષિણા કરવાથી અને સાંજના સમયે તેની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement