For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજે વર્ષનું પહેલું સૌથી પહેલું અને લાંબુ સૂર્યગ્રહણ: પહેલા આ કામ કરો પૂર્ણ , નહીં તો થશે મુશ્કેલી.

10:40 AM Apr 08, 2024 IST | Bhumika
આજે વર્ષનું પહેલું સૌથી પહેલું અને લાંબુ સૂર્યગ્રહણ  પહેલા આ કામ કરો પૂર્ણ   નહીં તો થશે મુશ્કેલી

Advertisement

આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ સોમવતી અમાવસ્યાના દિવસે થવાનું છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહણને શુભ નથી માનવામાં આવતું. સૂર્ય ગ્રહણ પહેલા જ સૂતક કાળ લાગી જાય છે. હવે સૂર્યગ્રહણ અને સુતક કાળના અંત સુધી પૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે નહીં અને આ દરમિયાન મંદિરના દરવાજા પણ બંધ રાખવામાં આવ્યા છે. આ સમય દરમિયાન, લોકો માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ એક એવો સમય છે જે તમારા જીવન પર ઘણો પ્રભાવ પાડી શકે છે. તેથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

આજે, 8 એપ્રિલ, 2024 ના રોજ, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થશે. સૂર્યગ્રહણ આજે રાત્રે 9:12 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે સવારે 1:20 વાગ્યે સમાપ્ત થશે. ચૈત્ર મહિનાના સૂર્યગ્રહણનો સમયગાળો લગભગ 4 કલાક 25 મિનિટ સુધી રહેશે. તમને જણાવી દઈએ કે આજે સોમવતી અમાવસ્યા પણ છે. તેથી ગ્રહણ પહેલા સોમવતી અમાવસ્યાની પૂજા સંપૂર્ણ વિધિથી કરો.

Advertisement

જ્યોતિષના મતે આ ગ્રહણ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. આ વર્ષે ગ્રહણના કારણે 7.5 મિનિટ સુધી સૂર્ય લોકો જોઈ શકશે નહીં. વિજ્ઞાન અનુસાર આવું સૂર્યગ્રહણ ઘણા વર્ષો પછી જોવા મળે છે. જ્યારે આ સ્થિતિમાં પૃથ્વીનો એક ભાગ સંપૂર્ણ રીતે અંધારું થઈ જાય છે. આ સમયે, ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવે છે અને આ સૂર્યગ્રહણ દરમિયાન, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે.

સૂર્યગ્રહણ પર ખાવા-પીવા સંબંધિત માન્યતાઓ

સૂર્યગ્રહણ અને સુતકના સમયગાળા દરમિયાન ઘરો અને મંદિરોમાં કોઈ ધાર્મિક કાર્યો નથી. આ ઉપરાંત મંદિરના દરવાજા પણ બંધ છે.

સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને ખાવા-પીવા પર પ્રતિબંધ છે, પરંતુ તેઓ ફળો ખાઈ શકે છે.

સગર્ભા સ્ત્રીઓને સૂર્યગ્રહણ દરમિયાન કંઈપણ છાલવા અથવા કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

સૂર્યગ્રહણ દરમિયાન નાના બાળકોને ઘરની બહાર ન જવા દો અને ઘરની અંદર જ રહેવા દો.

ગ્રહણ શરૂ થાય તે પહેલાં, તમારી જાતને શુદ્ધ કરો અને ગ્રહણના સમયગાળા દરમિયાન તમારા પ્રિય ભગવાન અથવા દેવીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

સૂર્યગ્રહણ દરમિયાન દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્ત થયા બાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો, જેથી ઘર સંપૂર્ણ શુદ્ધ થઈ જાય.

ગ્રહણ સમાપ્ત થયા પછી ફરી એકવાર સ્નાન કરો, આ કરવાથી લોકોને મળે છે શુભ ફળ. ગ્રહણના સમયગાળામાં ખાવા-પીવામાં તુલસીના પાન ઉમેરો.

જાણો ક્યાં દેખાશે સૂર્યગ્રહણ અને ક્યાં નહીં?

વર્ષનું પ્રથમ સંપૂર્ણ સૂર્યગ્રહણ આજે કેનેડા, મેક્સિકો, યુનાઇટેડ સ્ટેટ્સ, અરુબા, બર્મુડા, કેરેબિયન નેધરલેન્ડ, કોલંબિયા, કોસ્ટા રિકા, ક્યુબા, ડોમિનિકા, ગ્રીનલેન્ડ, આયર્લેન્ડ, આઇસલેન્ડ, જમૈકા, નોર્વે, પનામા, નિકારાગુઆ, રશિયા, પ્યુર્ટો રિકો, સેન્ટ માર્ટિન, સ્પેન, બહામાસ, યુનાઇટેડ કિંગડમ અને વેનેઝુએલા સહિત વિશ્વના ભાગોમાંથી દૃશ્યમાન થશે. પરંતુ ભારત સહિત કેટલાક એશિયન દેશોમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં. જેના કારણે આ દેશોના લોકો પર સૂર્યગ્રહણની કોઈ અસર નહીં થાય અને ન તો સુતક કાળ માન્ય રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement