For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજે જૂનાગઢ સહિતના 18 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, જાણો આગામી 5 દિવસ વાતાવરણ કેવું રહેશે

10:21 AM Jun 11, 2024 IST | Bhumika
આજે જૂનાગઢ સહિતના 18 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ  જાણો આગામી 5 દિવસ વાતાવરણ કેવું રહેશે
Advertisement

હવામાન વિભાગની અગાહીઓ અનુસાર આગામી 24 કલાકમાં ચોમાસું રાજ્યમાં વિધિવત રીતે પ્રવેશ કરશે ત્યારે આજે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.

12 જૂને એટલે કે ગઈ કાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

13 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.

14 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

15 જૂનેનવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી છે.

16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.

ચોમાસાની વિધિવત એન્ટ્રી પહેલા જ રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહીસાગરના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement