For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિન્દુજા પરિવારને રાહત, સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવ્યા

05:39 PM Jun 24, 2024 IST | Bhumika
હિન્દુજા પરિવારને રાહત  સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવ્યા
Advertisement

હિન્દુજા પરિવાર બ્રિટનનો સૌથી ધનિક પરિવાર છે. જો કે આ દિવસોમાં હિન્દુજા પરિવાર ખોટા કારણોસર ચર્ચામાં છે. વાસ્તવમાં, પરિવારના ચાર સભ્યો પર ઘરેલુ નોકરોનું શોષણ કરવાનો આરોપ હતો. જો કે, હવે હિન્દુજા પરિવારના પ્રવક્તાએ દાવો કર્યો છે કે શનિવારે સ્વિટ્ઝર્લેન્ડની સુપિરિયર કોર્ટે પરિવારના સભ્યોને રાહત આપતા તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા છે. 21 જૂનના રોજ નીચલી કોર્ટે નોકરોના શોષણના મામલામાં હિન્દુજા પરિવારના ચાર સભ્યોને જેલની સજા સંભળાવી હતી.

હકીકતમાં હિન્દુજા પરિવારના ચાર સભ્યોને સ્વિસ કોર્ટે સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી. સજા પામેલાઓમાં પ્રકાશ હિન્દુજા અને તેમની પત્ની કમલ અને પુત્ર અજય તેમજ તેમની વહુ નમ્રતાના નામ સામેલ છે. જોકે, તેની અટકાયત કરવામાં આવી ન હતી. આ પછી પરિવારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સર્વોચ્ચ અદાલતે તમામ ગંભીર આરોપોને ફગાવી દીધા છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ફરિયાદીઓએ તમામ આરોપો પાછા ખેંચી લીધા છે. કોર્ટમાં જુબાની આપતા, ફરિયાદીઓએ જણાવ્યું હતું કે તેઓને આવા નિવેદનો પર સહી કરવામાં ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે હિન્દુજા પરિવારના ચાર સભ્યો સામે સૌથી ગંભીર આરોપ માનવ તસ્કરીને સર્વોચ્ચ અદાલતે સંપૂર્ણપણે ફગાવી દીધો છે. હવે આ કેસમાં કોઈ ફરિયાદી બાકી નથી.

Advertisement

પ્રવક્તાએ કહ્યું કે હિન્દુજા પરિવારના ચાર સભ્યોને કોઈપણ રીતે સજા કરવામાં આવી નથી અને ન તો તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમજ આ લોકોને જેલમાં મોકલવામાં આવ્યા નથી. સભ્યો સામે માનવ તસ્કરીના આરોપો ફગાવી દેવામાં આવ્યા છે.સ્વિત્ઝરલેન્ડની કાયદાકીય પ્રક્રિયાઓ અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી નીચલી અદાલતનો નિર્ણય બિનઅસરકારક અને નિષ્ક્રિય બની જાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement