For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટાઇટેનિક ફિલ્મના જાણીતા અભિનેતા બર્નાડ હિલનું નિધન

01:25 PM May 06, 2024 IST | Bhumika
ટાઇટેનિક ફિલ્મના જાણીતા અભિનેતા બર્નાડ હિલનું નિધન
Advertisement

હોલીવુડમાંથી એક દુખદ સમાચાર આવ્યા છે. સુપરહિટ ફિલ્મ ટાઈટેનિકના જાણીતા અભિનેતા બર્નાર્ડ હિલનુ અવસાન થયું છે. બર્નાર્ડના મોતની માહિતી તેમના ફેન્સને માટે આઘાતજનક છે. બારબરા ડિક્સનએ આ અંગે માહિતી આપી છે.

બર્નાર્ડ હિે વર્ષ 1997માં રિલીઝ થયેલ ટાઈટેનિક મૂવીમાં કેપ્ટનએડવર્ડ જોન સ્મિથની ભૂમિકાથી ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી હતી. બર્નાર્ડના નિર્ધનની માહિતી મળ્યા બાદ સેલિબ્રિટી ભારે આઘાતમાં સરી પડ્યા હતા. ફેન્સને પણ માનવામાં આવતુ ન હતું કે 79 વર્ષના બર્નાર્ડ હવે આ દુનિયામાં નથી. ‘ટાઈટેનિક’ અને ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ ઉપરાંત, બર્નાર્ડ હિલ ‘ધ સ્કોર્પિયન કિંગ’, ‘ધ બોયઝ ફ્રોમ કાઉન્ટી ક્લેર’, ‘ગોથિકા’, ‘વિમ્બલ્ડન’, ‘ધ લીગ ઓફ જેન્ટલમેન એપોકેલિપ્સ’માં જોવા મળી છે ‘જોય ડિવિઝન’, ‘સેવ એન્જલ હોપ’, ‘એક્ઝોડસ’, ‘વાલ્કીરી’ જેવી ફિલ્મો અને શ્રેણીઓ માટે કામ કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement