For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં બે સગા ભાઇ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ: એકનું મોત

11:58 AM Jun 14, 2024 IST | Bhumika
ભાવનગરમાં બે સગા ભાઇ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ  એકનું મોત
Advertisement

જૂની અદાવતમાં હુમલો કર્યાનું પ્રાથમિક તારણ, આરોપીઓને પકડવા પોલીસે પાંચ ટીમો બનાવી

Advertisement

ભાવનગર શહેરના જૂની વિઠ્ઠલવાડી બે માળિયા પાસે ગઈકાલે ફાયરિંગ નો બનાવ બનત પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. બે સગા ભાઈ ઉપર ફાયરિંગ થતા એકનું મોત નિપજ્યું છે અને એકને હોસ્પિટલ ખસેડાયેલ છે. આજે સવાર સુધી આરોપીઓ ઝડપાયા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી મારામારી જીવલેણ હુમલા અને ફાયરિંગના બનાવો વધી રહ્યા છે. હજુ અઠવાડિયા પહેલા જ ટ્રાફિક પોલીસના પુત્ર ઉપર ફાયરિંગનો બનાવ બન્યા બાદ ગઈ કાલે સાંજે બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગનો બનાવ બનતા શહેરમાં ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે.

ફાયરિંગ અને હત્યાના બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં વડલા વાળી શેરીમાં રહેતા બે સગા ભાઈઓ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ.25) અને ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ.27) ઉપર ફાયરિંગ કરી ત્રણ આરોપીઓ નાસી છૂટ્યા હતા. ફાયરિંગના આ બનાવથી વિઠ્ઠલવાડી વિસ્તારમાં નાશ ભાગ પહોંચી જવા પામી હતી. બનાવવાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવમાં કુલદીપસિંહ ઝાલા નું મોત નિપજ્યું છે. જ્યારે ઋતુરાજસિંહ ને સારવાર માટે સર. ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું છે અને બનાવ સ્થળ પર થી કાર્ટીસ મળી આવી છે. આ બનાવ અંગે મોડી રાત્રે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મહિપતસિંહ મહાવીરસિંહ ઝાલા એ રાજુ બાબુ વેગડ, રાહુલ કમલેશ મકવાણા અને યસ ઉર્ફ બાલા ભાવેશ અલાણી નામના ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મરનાર યુવાન સાથે આરોપીઓને ઝઘડો થયો હતો જેની દાજ રાખી ગઈકાલે તિક્ષણ હથિયાર હુમલો અને ફાયરિંગ કર્યું હતું. મરનાર અને આરોપીઓ એક જ વિસ્તારમાં રહે છે. દરમિયાન પોલીસે હત્યારાઓને ઝડપી લેવા એલસીબી ની ત્રણ ,એસઓજી ની એક અને નિલમબાગ પોલીસની એક વળી કુલ પાંચ ટીમ બનાવી છે. આજે સવાર સુધી આ બનાવનાર આરોપીઓ ઝડપાયા ન હોવાનું નીલમબાગ પોલીસ સ્ટેશનના ફરજ પરના પી.એસ.ઓ.એ જણાવ્યું હતું. ફાયરિંગ અને ખુન નો આ બનાવ ટોક ઓફ ટાઉન બની ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement