For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર સબજેલમાં ગટરની કૂંડીમાંથી ત્રણ મોબાઇલ મળ્યા

01:35 PM Apr 09, 2024 IST | Bhumika
સુરેન્દ્રનગર સબજેલમાં ગટરની કૂંડીમાંથી ત્રણ મોબાઇલ મળ્યા

સુરેન્દ્રનગર સબજેલમાં અમદાવાદની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બેરેક પાસે ગટરમાં કુંડીની અંદર તપાસ કરતા 6 મોબાઇલ મળ્યા હતા. આથી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ હતી. જ્યારે મોબાઇલ એફએસએલ તપાસ માટે મોકલાયા હતા. સુરેન્દ્રનગર સબ જેલમાં અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહિવટી કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદ ટીમ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ઇનચાર્જ સબજેલર સી.એચ. વાઘમારેને સાથે રાખી જેલમાં ચકાસણી હાથ ધરાઈ હતી. દરમિયાન જેલની પૂર્વ અને દક્ષિણ દિશા તરફની મુખ્ય દીવાલના ખૂણા બાજુમાં આવેલી બેરેકની તપાસ કરાઇ હતી.

Advertisement

જેમાં બેરેક નંબર 1 અને 2 - અની પાછળ બાજુ ખૂણા પાસે આઉટ બેરેકની બાજુની ગટરની 2 કુંડીમાંથી બેરેક બાજુથી પ્રથમ ગટરની કુંડીની અંદર પાણીમાંથી 3 મોબાઇલ મળ્યા હતા. બીજી કુંડીમાંથી તપાસમાં બીજા 3 મોબાઇલ મળ્યા હતા. આથી આરોપીઓને મોબાઇલ કોના છે તેની પૂછપરછ કરતા કોઇએ કબૂલ્યુ ન હતું. તમામ મોબાઇલ કુંડીના પાણીમાંથી મળતા બંધ હાલતમાં હતા આથી 6 મોબાઇલ કિંમત રૂૂ.600 મળી આવ્યા હતા. તે જપ્ત કરી એફએસએલ ચકાસણીમાં મોકલી અપાયા છે.

જ્યારે આ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. ત્યારે એફએસએલ રિપોર્ટમાં આ મોબાઇલ ફોન કયા કયા આરોપીઓએ ઉપયોગ કર્યો છે કે કેમ, ફોનનો ગુનાહિત પ્રવૃતિમાં ઉપયોગ થયો છે કે કેમ, પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં આવી કેવી રીતે આવી તે પહોચાડવામાં જેલ ખાતાના કોઇ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ સહિત તપાસ કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement