For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રાની બીઓબીમાંથી નીકળેલા ખેડૂતના ત્રણ લાખ ગઠિયો ઉઠાવી ગયો

01:19 PM Apr 11, 2024 IST | Bhumika
ધ્રાંગધ્રાની બીઓબીમાંથી નીકળેલા ખેડૂતના ત્રણ લાખ ગઠિયો ઉઠાવી ગયો
  • નજર ચૂકવી ગઠિયો કળા કરી જતા પોલીસ ફરિયાદ

ધ્રાંગધ્રા તાલુકાના ચૂલી ગામના ખેડૂત બુધવારે સવારે ધ્રાંગધ્રાની બેંક ઓફ બરોડા શાખામાંથી ત્રણ લાખ રૂૂપિયા લઇને નીકળ્યા હતા જે પોતાના બાઈકમાં લઈને નીકળતા બેંકની બહાર કોઈ અજાણ્યો શખ્સ રૂૂપિયા ભરેલી થેલી લઈને પલાયન થયો હતો. પોલીસને બનાવની જાણ કરતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઠિયાને ઝડપી પાડવા બેંક સહિત આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસ કરી ગાઠિયા સુધી પહોચવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Advertisement

જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના ચૂલી ગામે રહેતા દેવજીભાઈ જગાભાઈ કોળી પોતાના બાઇકમાં બુધવારે સવારે ધ્રાંગધ્રા શહેરની ઝાલા રોડ પર આવેલી બેંક ઓફ બરોડા શાખામાંથી ત્રણ લાખ રૂૂપીયા લઇ થેલીમાં નાખી બાઈક પર પરત ફરી રહ્યા હતા તેવામાં બેંકથી થોડે દૂર અચાનક એક અજાણ્યા શખ્સ દ્વારા બાઈક પર લગાવેલી રોકડ રૂૂપિયા ભરેલી થેલી આંચકી નાશી લુયો હતો. આ તરફ ભોગ બનનાર ખેડૂત દ્વારા બૂમાબૂમ કરી હતી પરંતુ રાહદારીઓ કઈ સમજે તે પૂર્વે ત્યાંથી ગઠિયો નાશી છૂટ્યો હતો આ તરફ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા જ સ્થાનિક પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી બેંક સહિત આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે રૂૂપિયા લઈ નાશી ચૂંટેલ ગાઠિયા સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement