For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ત્રણ પેઢીનું બોગસ બીલિંગ કૌભાંડ, સંચાલકોની ધરપકડ

11:30 AM Jun 28, 2024 IST | Bhumika
ત્રણ પેઢીનું બોગસ બીલિંગ કૌભાંડ  સંચાલકોની ધરપકડ
Advertisement

રાજ્યભરમાં કરચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા તત્વો સામે જીએસટી વિભાગ દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે. જીએસટી વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતની રોલીંગ મિલો સાથે સંકળયેલ 9 પેઢીઓમાં તપાસ કરવામાં આવી. જ્યાં 392.83 કરોડના બોગસ બિલોના આધારે 70.71 કરોડની ખોટી વેલા શાક ભોગવવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેને લઇને પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટર્સને શોધી તેઓની ધરપકડ કરાઈ છે.

આ મામલે આરોપીની ધરપકડ કરી અમદાવાદની એડીશનલ ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ધરપકડ કરાયેલ અરવિંદ પટેલ અને જશ્મીન કુમાર પટેલના 2 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે કૃપેશ કુમાર પટેલના ત્રણ જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ થકી થતી કરચોરીના કેસ શોધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

બોગસ બિલિંગ થકી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર જી.એસ.ટી. સામે વેરાશાખ મજરે મેળવી ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા સંખ્યાબંધ બોગસ પેઢીઓ શોધી કાઢવામાં આવી છે અને આવી પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટર્સને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી છે. બોગસ પેઢીઓ પાસેથી મેળવેલ ફરજી બિલોને આધારે ખોટી વેરાશાખ મેળવી કરચોરી કરતી બેનેફીશયરી પેઢીઓએ સરકારી તિજોરીને સીધું નુકસાન પહોંચાડી રાજ્યના અર્થતંત્ર માટે ઘાતકી સાબિત થયુ છે.

ઉત્તર ગુજરાતની સ્ટીલ તથા કોપરની 9 રોલીંગ મિલોમાં સ્થળ તપાસ કરવામાં આવી. તપાસમાં પેઢીઓ દ્વારા સ્ક્રેપની બોગસ ખરીદીઓ દર્શાવી મોટાપાયે ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કરી છે. બોગસ બિલો આધારીત 392.83 કરોડની ખરીદીઓ દર્શાવી રૂૂ. 70 71 કરોડની મળવાપાત્ર ન હોય તેવી વેરાશાખ ભોગવી છે.

જીએસટી વિભાગ દ્વારા ત્રણ કેસોમાં આ પેઢીઓના સંચાલકોની સ્પષ્ટ સંડોવણી જણાતા નિલકંઠ એલોયના ભાગીદાર અરવિંદભાઇ વિઠલભાઇ પટેલ, કેપકો એલોય પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર કૃપેશ કુમાર રમેશભાઈ પટેલની અને પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝ ના ભાગીદાર જશ્મીન કુમાર લક્ષ્મણભાઇ પટેલ ની ઉત્તર ગુજરાતથી આ કેસોમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા ધરપકડ કરી છે. આ ત્રણ પેઢીઓ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ કુલ 190.43 કરોડના બિલો 2/2 રૂૂ. 34.27 કરોડની ખોટી વેરાશાખ ભોગવવામાં આવેલ છે. અરવિંદભાઈ વિઠલભાઇ પટેલ અને જશ્મીન કુમાર લક્ષ્મણભાઇ પટેલને એડીશનલ ચીફ મેટ્રોપોલિટન અમદાવાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે કૃપેશ કુમાર રમેશભાઈ પટેલના 3 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement