For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના જુદા જુદા ત્રણ પ્રશ્ર્ને કલેક્ટરને આવેદન પાઠવ્યું

05:41 PM Jun 27, 2024 IST | admin
રાજકોટના જુદા જુદા ત્રણ પ્રશ્ર્ને કલેક્ટરને આવેદન પાઠવ્યું

રાજકોટ શહેરના જૂદા જૂદા પ્રશ્ર્ને આજે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટીપ્પરવાનના ડ્રાયવરોનું શોષણ બંધ કરવા તેમજ પાથરણાવાળા, રેકડી વાળા અને ગુજરીબજારના શ્રમિકો સામે લેન્ડગ્રેબીંગ હેઠળ કાર્યવાહી નહીં કરવા તેમજ સાથણીની જમીન પર કબ્જો કરનારા સામે કાર્યવાહી કરવા માંગણી કરવામા આવી છે.

Advertisement

રાજકોટ શહેરના ટીઆરપી અગ્નિકાંડ બાદ કોંગ્રેસના કાર્યકરોમાં નવો પ્રાણ પુરાયો છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા જુદા જુદા મુદ્દે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટના જૂદા જૂદા ત્રણ પ્રશ્ર્ને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, શહેર પ્રમુખ અતુલ રાજાણી, કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા અને જશવંતસિંહ ભટ્ટી અને એનએસયુઆઈના આગેવાન રોહિતસિંહ રાજપૂત સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ધસી ગયા હતાં. અને એડીશનલ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

રજૂઆતમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટીપ્પરવાનના ડ્રાઈવરને લઘુત્તમ વેતન ચુકવવામાં આવતું નથી. પગાર સ્લીપ મળતી નથી. શ્રમ કાયદાનું ઉલંઘન કરી આવા શ્રમિકોનું સોશણ કરવામાં આવે છે. રાજકોટને ઉજળુ અને સ્વચ્છ રાખતા શ્રમિકોને નિયમોનુસાર લઘુતમ વેતન ચુકવાય, પગાર સ્લીપ મળે અને પીએફ તેમના ખાતામાં જમા થા તેવી શ્રમ વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓને સુચના આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

Advertisement

રાજકોટ શહેરમાં સેંકડો પાથરણાવાળા, રેકડી વાળા અને રવિવારી બજારી ભરતા શ્રમિકો સામે તાજેતરમાં જ સિંચાઈ વિભાગ દ્વારા નોટીસ પાઠવી લેન્ડગ્રેબીંગ કરવાની કાર્યવાહી શરૂ કરી હોય આવા રોજનું કમાઈને રોજનુંં ખાતા શ્રમિકો સામે લેન્ડગ્રેબીંગ હેઠળ કાર્યવાહી નહીં કરવા અને વૈકલ્પીક વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામાં આવે ત્યાં સુધી તેમના સ્થળેથી હટાવવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી.

આ ઉપરાંત રાજકોટના રાજકોટના મધરવાડા સહિતના ગામોમાં 1971માં ફાળવવામાં આવેલી સાંથણીની 25 એકર જમીનમાં માથાભારે લોકોનું દબાણ હોય આવા કેસમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય મામલતદાર ડીઆઈએલઆર કચેરી દ્વારા માપણી કરાવવા અને જમીનનો કબ્જો લાભાર્થીઓને સોંપી આપવા રજૂઆત મળી છે.

જીજ્ઞેશ મેવાણીએ કલેક્ટર તંત્રને આ ત્રણેય મુદ્દે 15 દિવસમાં જવાબ આપવા રજૂઆત કરી છે. જો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો 15 દિવસ બાદ કલેક્ટર કચેરીની બહાર ધરણાની ચીમકી આપી છે.

ધારાસભ્યની એડિશનલ કલેક્ટરને પ્રોટોકોલ જાળવવા ટકોર
રાજકોટના જૂદા જૂદા પ્રશ્ર્ને આજે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતાં. ત્યારે કલેક્ટરની ગેરહાજરીમાં એડીશનલ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે સૌપ્રથમ ધારાસભ્ય પોતાની સાથે કલેક્ટર કચેરીમાં ધસી આવેલ ટોળાને બહાર નિકળી જવાં ટકોર કરી હતી. ત્યાર બાદ જ રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું અને બાદમાં એડિશનલ કલેક્ટરને આવેદન આપનાર લોકો માટે ઉભા થઈને આવેદન સ્વિકારી પ્રોટોકોલ જાળવવા ટકોર કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement