For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના ત્રણ વેપારીના રાજસ્થાનમાં અપહરણ

12:24 PM Jan 30, 2024 IST | Bhumika
ભાવનગરના ત્રણ વેપારીના રાજસ્થાનમાં અપહરણ

સસ્તા ભાવે બેટરી આપવાની લાલચ આપી છ શખ્સોએ ફસાવ્યા, ભાવનગર પોલીસે ઓપરેશન કરી છોડાવ્યા, એક અપહરણકાર પણ ઝડપાયો

Advertisement

ભાવનગર શહેરમાં રહેતા ત્રણ યુવકો ફેસબુકમાં સસ્તા ભાવે ઇલેક્ટ્રીક બેટર મળતી હોવાની જાહેરાત જોઇ ભાવનગરથી રાજસ્થાન ગયા હતા જ્યાં કેટલાક શખ્સોએ ત્રણેય યુવકોનું અપહરણ કર્યું હતું જે બાદ ભાવનગર તેમજ રાજસ્થાનની પોલીસે મળી છ જેટલા શખ્સોની ચૂંગાલમાંથી ત્રણેય યુવકોને ચાર કલાકની જહેમત બાદ મુક્ત કરાવ્યા હતા. અપહરણના છુટકારા બાદ ફિરોઝભાઇ ઉસ્માનભાઇ કુરેશીએ રાજસ્થાનના ખીજારા પોલીસ મથકે બેસી પોતાની આપવીતી જણાવી હતી.

બનાવની વિગત મુજબ ભાગીદાર તરીકે બેટરી તેમજ ભંગારનો વ્યવસાય કરતા જબ્બારભાઇ કુદુશભાઇ કલીવાલાએ ફેસબુકમાં 90 રૂૂપીયે કિલો કાર ની બેટરી વેચવાની જાહેરાત જોઇ હતી જે જાહેરાતમાં નંબર હોય જેમાં ફોન કરતા અજાણ્યો માણસ રાજસ્થાનથી બોલતો હોવાનું જણાવ્યું હતું અને તેની સાથે વાત કરતા તેમણે બેટરી જોવા માટે રાજસ્થાનના અલવર ખાતે આવવું પડશે તેવી વાત કરી હતી. 90 રૂૂપીયે કિલો ભંગારની બેટરી આટલી સસ્તી મળતા અમે આનંદમાં આવી ગયા અને દસથી પંદર હજાર જેટલા રૂૂપીયા ખીસ્સામાં નાખી હું, જબ્બારભાઇ કલીવાલા તેમજ સલીમભાઇ અબ્દુલભાઇ કુરેશી ત્રણેય લોકો બેટરી ખરીદવા ભાવનગરથી બપોરે 2 વાગ્યે ટ્રેનમાં બેસી અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી જમ્મુતાવી ટ્રેનમાં બેસી બીજા દિવસે સવારે તા.29-1, સોમવારના રોજ 10 વાગ્યે રાજસ્થાનના અલવર પહોંચ્યા હતા જ્યાં અમને બે લોકો સ્વિફ્ટ કાર લઇને લેવા આવ્યા હતા અને અમને ત્રણેયને રાજસ્થાનના અલવર તાલુકાના ભીંસુડી ખાતે બેટરી તેમજ ઇલેક્ટ્રીક ભંગાર જોવા એક વાડીમાં લઇ ગયા હતા.

Advertisement

જ્યાં એક ઓરડીમાં લઇ ગયા બાદ અમને સીધા જ ધાક ધમકી આપી બેસાડી દિધા હતા અને ગોંધી રાખ્યા બાદ અમારા પરિવાર પાસે ત્રણેક લાખ રૂપીયાની ખંડણી મંગાવી અને રૂૂપીયા આવી જાય પછી છ છુટાકરો કરશું તેવું જણાવતા અમે ખુબજ ગભરાઇ ગયા હતા. જે બાદ સલીમભાઇએ ભાવનગર ખાતે રહેતા મહમદ અબ્બાસ ઉર્ફે પપ્પુભાઇ નિસારહુસૈન ગોવાણી સાથે વાત કરી જણાવેલ કે, ભંગાર જોઇ લીધેલ છે પરંતુ તમો તાત્કાલિક ત્રણ લાખ રૂપિયા મોકલાવો. પરંતુ મહમદ અબ્બાસભાઇ્ને તાત્કાલિક આટલી મોટી રકમ મંગાવવાનું કહેતા શંકા ગઇ હતી અને બાદ ભાવનગર પોલીસની મદદે ગયા હશે જેની ચાર કલાક બાદ રાજસ્થાન પોલીસે અચાનક ત્યાં આવી અમને છ શખ્સોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા અને એક શખ્સની ધરપકડ કરી હતી અને છ શખ્સો ભાગી ગયા હતા.થ જે બાદ અમને ત્રણેયને રાજસ્થાન પોલીસે ઓરડીમાંથી બહાર કાઢી કારમાં ખીજારા પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ અમારી પુચ્છપરછ હાથ ધરી હતી અને ભાવનગર આવવા માટેની વ્યવસ્થા પણ કરી આપી હતી.

ભાવનગર મેટલ એસો.ના પ્રમુખ હનીફભાઇ શેખને અપહરણની જાણ થતાં તેઓ સીધા જ પોલીસ પાસની મદદે ગયા હતા જ્યાં સમગ્ર બનાવની જાણ કરી હતી જે બાદ ભાવનગર પોલીસે ત્રણેય યુવકોના મોબાઇલ ફોન ટ્રેક કર્યા હતા અને સતત તેઓના સંપર્કમાં રહી આરોપીને ગોળ ગોળ વાતોમાં ફેરવ્યા હતા અને ફોન ટ્રેક કર્યા બાદ પોલીસે રાજસ્થાનની ખીજારા પોલીસની મદદ લઇ, આરોપીનું લોકેશન આપ્યું હતું જે બાદ રાજસ્થાન પોલીસે ઘટના સ્થળે જઇ ત્રણેય યુવકોને છોડાવી, એક આરોપીની ધરપકડ કરી હતી જ્યારે અન્ય પાંચ ફરાર થઇ જતા શોધખોળ હાથ ધરી હતી.

મોડી રાત્રે અપહરણની ફરિયાદ નોંધાઇ
ભાવનગરના સલીમ કુરેશી, ફિરોઝ કુરેશી, જબ્બાર કલીવાલા ત્રણેય યુવકો સસ્તા ભાવની બેટરી ખરીદવા રાજસ્થાન ગયા હતા જ્યાં કેટલાક શખ્સોએ યુવકોનું અપહરણ કરી, વાડીમાં ગોંધી રાખી, ત્રણ લાખની ખંડણી માંગી હતી જેની જાણ તેમના ભાગીદાર ફૈઝાનભાઇ કુરેશીને થતાં આરોપી વિવેક સહિત ચાર અજાણ્યા શખ્સો વિરૂૂદ્ધ નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement